સુરત: સુરત રેલવે સ્ટેશનના(SuratRailwayStatition) પ્લેટફોર્મ નંબર 1 ઉપર દારૂ(Liquor)નો મોટો જથ્થો ઝડપાયો હતો. ભારતીય(Indian) બનાવટનો વિદેશી દારૂ મુંબઈથી સુરત(MaharashtraToSurat) આવ્યો હોવાની જાણકારી મળી છે. તમને જણાવી દઈએ કે દારૂનો જથ્થો હજીરા(Hajira)ના એક કર્મચારી દ્વારા લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ હેરફેરીમાં રેલ્વે શાખાના અધિકારીઓની સંડોવણી હોવાની પણ જાણકારી મળી છે.
આજે સુરત રેલ્વે સ્ટેશન પરથી પોલીસે વિદેશી દારૂની મોંઘી બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત લવાયો હોવાનું બહાર આવ્યું હતું. વેસ્ટર્ન રેલ્વેના બરોડા ડિવિઝનના એસ.પી દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન કરતા વહેલી સવારે મુંબઈથી આવતી ટ્રેનમાં તપાસ કરતા વોડકા-વિસ્કી-સ્કોચ સાથે હજીરાની કંપનીનો એક કર્મચારી પકડાઇ ગયો હતો. રૂપિયા 47 હજારની કિંમતની 27 બોટલ સાથે પકડાયેલા યુવક પાસેથી રોકડા તેમજ મોબાઇલ સાથે કુલ મળીને 54,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેલવેમાં અમુક કર્મચારી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થાની બારોબાર હેરફેરી કરવાના પ્રયત્નો કરે એ પહેલા જ એલસીબી પીએસઆઇએ ગુનો દાખલ કરી દીધો હતો.
ઘટના આજે વહેલી સવારની છે. મુંબઈથી આવતી ટ્રેનમાં મુસાફર તરીકે પ્રવાસ કરતા રાકેશ કુમાર રઘુવર પાલ(ઉં.વ 24) સુરત હજીરા ખાતે એક મોટી કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. જેને મુંબઈથી ભારતીય બનાવટની અલગ અલગ વોડકા અને સ્કોચ, વિસ્કીની 27 નંગ બોટલ જેની કિંમત 47,600 તેમજ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળીને 54,600 નો મુદ્દા માલ સાથે પ્લેટફોર્મ નંબર એક પર સ્પીડ પોસ્ટ ઓફિસ પાસેથી એલસીબી પોલીસ દ્વારા પકડી પડાયો હતો. પીએસઆઇ અશ્વિન કુવાડીયા(સુરત રેલવે પોલીસ સ્ટેશન)એ વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા યુવક બાદ રેલવે પોલીસ સ્ટેશનની એક મોટી બેદરકારી બહાર આવી હોય એમ કહી શકાય છે. કેટલાક કર્મચારીઓ વિદેશી દારૂનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોય કે કરી આપતા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. LCB પોલીસની સફળતા બાદ કેટલાક બદમાશ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.