બોલીવુડમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પછી હવે સુપરસ્ટાર અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષયે આ સમાચાર સોશિયલ મીડિયા પર જણાવ્યા છે અને ઘરે જ પોતાને અલગ કરી દીધા છે.
એક વર્ષ પછી પણ કોવિડ -19 ચેપગ્રસ્ત લોકોના કિસ્સા ઝડપથી પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે બોલિવૂડ (corona in Bollywood) પણ તેનાથી બાકાત નથી. અક્ષય કુમાર ( akshyay kumar ) સહીત હવે ઘણા સ્ટાર્સને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો છે. અક્ષયે ખુદ સોશિયલ મીડિયા (social media) પર ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે.
અક્ષયે ટ્વીટ કર્યું, ‘હું બધાને કહેવા માંગુ છું કે આજે સવારે મારો કોવિડ -19 પોઝિટિવ (covid positive) રિપોર્ટ આવ્યો છે. હું બધા નિયમોનું પાલન કરું છું અને તરત જ મારી જાતને અલગ કરી નાખું છું. હું ઘરે ક્વોરનટાઇનમાં છું અને જરૂરી તબીબી સંભાળ પ્રાપ્ત કરું છું. ભૂતકાળમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોવ, હું તે બધા લોકોને સલાહ આપું છું કે આ તમામ લોકોનો ટેસ્ટ વહેલી તકે કરવામાં આવે. તાજેતરના સમયમાં, બોલીવુડના ઘણા કલાકારો જેવા કે આલિયા ભટ્ટ, આમિર ખાન, રણબીર કપૂર, મનોજ બાજપેયી, કાર્તિક આર્યન, સતિષ કૌશિક, પરેશ રાવલ કોરોનાથી પ્રભાવિત થયા છે. આ પહેલા અમિતાભ બચ્ચન અને તેના પરિવાર, મલાઈકા અરોરા, અર્જુન કપૂર જેવા કલાકારો પણ કોરોના પોઝિટિવ બન્યા છે.
કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં પાયમાલી ફેલાવી રહ્યો છે. એક પછી એક ઘણા બધા સીતારાઓ વાયરસનો ભોગ બન્યા છે. સિરિયલ અનુપમની અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને મુખ્ય અભિનેતા સુધાંશુ પાંડે પણ તાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય ઘણા ક્રિકેટર અને સચિન તેંડુલકર સહિતના લોકો પણ વાયરસથી યુદ્ધ લડી રહ્યા છે.
અક્ષય કુમારના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેમની પાસે બચ્ચન પાંડે, રામ સેતુ, રક્ષા બંધન, સૂર્યવંશી, પૃથ્વીરાજ, બેલ બોટમ, અત્રંગી રે જેવી મોટી ફિલ્મો છે. તેમણે હાલમાં જ ફિલ્મ રામ સેતુની શૂટિંગ શરૂ કરી હતી. જો કે, હવે લાગે છે કે જે રીતે રામ ભગવાનને અડચણો આવી હતી એ જ રીતે ફિલ્મ શુટિંગમાં પણ અડચણો આવી શકે છે અને તેના પરનું કામ અટકવાનું છે.