National

અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું, કન્નૌજથી સાંસદ રહેશે

નવી દિલ્હી: કરહાલ વિધાનસભાના (Karahal Assembly) અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) 12 જૂનના રોજ મોટો નિર્ણ લીધો હતો. અસલમાં તેમણે કરહાલ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું (Resignation) આપી દીધું હતું. તેમજ તેમણે સનૌજથી સાંસદ રહેવાનો નિર્ણય લીધો હતો. સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સુપ્રિમોના આ નિર્ણય પાછળ રાજનૈતિક કારણ હોઇ શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી 12 જૂન બુધવારના રોજ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ તેમણે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું. અખિલેશના રાજીનામા બાદ હવે કરહાલ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે. તેમજ આજે બુધવારે તેમના રાજીનામાની નકલ વિધાનસભા કાર્યાલયને પહોંચાડવામાં આવી હતી.

અખિલેશ યાદવ કન્નૌજ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયા છે જ્યારે 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મૈનપુરી જિલ્લાના કરહાલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. હાલમાં તેમની પાસે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી હતી. ત્યારે યુપીમાં લોકસભાની 80 બેઠકોમાંથી અખિલેશની પાર્ટી સપા 37 બેઠકો જીતીને લોકસભામાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી.

લોકસભા ચૂંટણી 2024માં સપાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પાર્ટીએ 37 બેઠકો જીતી હતી. તેમજ સપા સુપ્રીમો અખિલેશ યાદવ કન્નૌજથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે SP સુપ્રીમો અખિલેશ યાદવ લોકસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ સૈફઈ પહોંચ્યા ત્યારે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે પાર્ટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે કાર્યકરો અને અધિકારીઓના બળ પર પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી હતી.

અખિલેશે કહ્યું- પાર્ટીનું આગામી લક્ષ્ય રાજ્યમાં સરકાર બનાવવાનું છે.
અખિલેશે કહ્યું હતું કે પાર્ટીનું આગામી લક્ષ્ય 2027માં રાજ્યમાં સરકાર બનાવવાનું છે. આ માટે પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ પુરી તાકાતથી આ યોજનામાં સામેલ થવું જોઈએ. હવે અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. જેથી કહી શકાય કે અખિલેશનું રાજીનામું કોઇ ખાસ એજન્ડા કે રાજદ્વારી કારણે હોઇ શકે છે.

પેટાચૂંટણીમાં સપાના ઉમેદવાર કોણ હશે?
કરહાલ વિધાનસભા બેઠક પરથી અખિલેશે રાજીનામું આપ્યા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે આ વિસ્તારમાંથી પેટાચૂંટણીમાં સપાના ઉમેદવાર કોણ હશે? સૂત્રોનો દાવો છે કે તેજ પ્રતાપ યાદવ કરહાલ બેઠક પરથી પેટાચૂંટણી લડી શકે છે. તેજ પ્રતાપ યાદવ બિહારમાં આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના જમાઈ છે. તેમના લગ્ન લાલુની પુત્રી રાજલક્ષ્મી સાથે થયા છે.

લોકસભા ચૂંટણી 2024માં સપાએ અગાઉ તેજ પ્રતાપ યાદવને કન્નૌજ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી, જો કે, નામાંકનના અંતિમ દિવસે, અખિલેશ યાદવે પોતે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ તેમણે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકને હરાવ્યા હતા.

Most Popular

To Top