નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી માત્ર બે દિવસ બાદ એટલે કે 19 એપ્રિલે પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન (Voting) થવાનું છે. આ બેઠકો 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories) હેઠળ આવે છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય વાતાવરણ ગરમાયુ છે.
લોક સભા ઇલેક્શન નજીક આવતા જ રાજકીય વાતાવરણમાં મોટી ઉથલપાથલ સર્જાયી છે. ત્યારે બુધવારે 17 એપ્રિલે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમજ વિપક્ષની કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. જેમા બંને નેતાઓએ મુખ્યત્વે ઈલેક્ટોરલ બોન્ડની વાત કરતા તેને ગેર વસૂલીની સ્કીમ ગણાવી હતી.
રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ ભાજપને સવાલ પૂછ્યો કે જો ઈલેક્ટોરલ બોન્ડ સાચો હતો તો સુપ્રીમ કોર્ટે તેને કેમ રદ કર્યો? ભાજપને હજારો કરોડ રૂપિયા આપનાર લોકોને તમે કેમ છુપાવ્યા? કોઈ પણ કંપનીને હજારો કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળે છે, તે પછી તરત જ કંપની ભાજપને દાન આપે છે. આ વાતનો શું મતલબ છે?
આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આ વિચારધારાની ચૂંટણી છે. ભાજપ બંધારણનો નાશ કરી રહી છે. તેમજ બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. ક્યારેક પીએમ મોદી પાણીની અંદર જાય છે. ક્યારેક તેઓ આકાશમાં જાય છે. પીએમ મોદીએ સ્ક્રિપ્ટેડ અને ફ્લોપ ઈન્ટરવ્યુ આપ્યો અને ઈલેક્ટોરલ બોન્ડ વિશે વાત કરી. પરંતુ INDIA ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી લોકશાહી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ પીએમ મોદી ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે.
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું
બીજેપી પર પ્રહાર કરતા અખિલેશ યાદવે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડે બીજેપીને બરબાદ કરી દીધી છે. તેમજ ડબલ એન્જિનવાળી સરકારમાં હોર્ડિંગ્સ પર એક જ ચહેરો દેખાય છે. અખિલેશ યાદવે કહ્યું, ‘ઇલેક્ટોરલ બોન્ડે સરકારની બેન્ડ વગાડી દીધી છે. ભાજપ ભ્રષ્ટાચારની ગોદામ બની ગઈ છે. હમણા સુધીમાં એક-બે નહીં પરંતુ દસ પેપર લીક થયા છે. જેના કારણે 60 લાખ લોકોનું ભવિષ્ય અંધકારમાં મૂકાયું હતું.’
આ સાથે જ અખિલેશે નાગરિકોને અપીલ કરી અને તેમણે કાર્યકર્તાઓને માત્ર મતદાન કરવા જ નહીં પરંતુ બૂથની સુરક્ષા માટે પણ અપીલ કરી હતી.