National

મધ્યપ્રદેશમાં એર ઇન્ડિયાઈની ફ્લાઈટ રન-વે પર લપસી, યાત્રીઓના જીવ અદ્ધર

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ એર ATR72-600 લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગઈ હતી. બાદમાં સ્થિતિ કંટ્રોલમાં લઇ બરાબર કરવામાં આવ્યું હતું. પરંતુ 55 મુસાફરોના જીવ જોખમમાં આવી ગયા હતા. હાલ તમામ સુરક્ષિત છે.

આ ઘટના બપોરે 1.13 વાગ્યે બની હતી. દિલ્હીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ડુમના એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. હવે જ્યારે ફ્લાઈટ રનવે પર લેન્ડ થવાની હતી ત્યારે પાઈલટે કાબૂ ગુમાવ્યો અને પ્લેન રનવે પરથી સરકી ગયું. ત્યારપછી પાયલોટે તરત જ પ્લેનને નિયંત્રણમાં લાવ્યું અને તમામ મુસાફરો સુરક્ષિત હતા. તે સમયે 55 મુસાફરો ઉપરાંત 5 ક્રૂ મેમ્બર પણ હાજર હતા. અકસ્માત બાદ ડીસીજીએ તપાસના આદેશ આપ્યા છે.

દુર્ઘટનાને કારણે મુસાફરોમાં ભય
પ્રાથમિક માહિતી મુજબ એરક્રાફ્ટના આગળના ભાગમાં લગાવવામાં આવેલ લેન્ડિંગ ફ્રન્ટ વ્હીલ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. દુર્ઘટનાને કારણે વિમાનમાં સવાર મુસાફરો પણ ડરી ગયા છે. એરપોર્ટના અધિકારીઓએ સાવચેતી રાખતા પહેલા જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. પરંતુ સદનસીબે, કોઈપણ મુસાફરોને ઈજા થઈ ન હતી અને તમામને સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતનું કારણ જાણવા તપાસ શરુ
આ અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં એરપોર્ટના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી રહ્યા છે. રનવે પર પ્લેનના ટાયરના નિશાન પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે તસવીર પરથી જ અનુમાન લગાવી શકાય છે કે પ્લેન લપસીને ઘણું આગળ નીકળી ગયું હતું. હાલ તમામ અધિકારીઓ આ અકસ્માતનું કારણ જણાવવાનું ટાળી રહ્યા છે. માત્ર તપાસની વાત કહેવામાં આવી રહી છે અને ત્યાં હાજર મુસાફરોની હિંમત વધારવામાં આવી રહી છે.

Most Popular

To Top