SURAT

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતમાં સભા ગજવશે

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજ્યમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર અને પ્રસારનાં કાર્યક્રમો શરુ કરી દેવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાંખિયો જંગ ખેલાઈ રહ્યો હોવાનો ચારેકોર ચર્ચા છે. તમને જણાવી દઈએ કે ત્રણ પક્ષો સિવાય ગુજરાત બહારનાં રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારો ઉતર્યા છે. ત્યારે સુરતમાં AIMIMની પાર્ટીએ બે બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સુરત પૂર્વમાં 159માંથી વસીમ કુરેશી અને લીંબાયત (Limbayat) માં અબ્દુલ શેખને પાર્ટી દ્વારા ટિકિટ આપીને પોતાની પાર્ટીના ઉમેદવારો તરીકે ઘોષિત કર્યા છે અને આજે સાંજે AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન )ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) સુરત આગમન કરશે અને લીંબાયત વિસ્તારમાં સભાને સભાને સંબોધશે.

AIMIMનાં બે ઉમેદવારોની જાહેરાત
સૂત્રો પાસેથી મળતી માહિતી ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના સુપ્રીમો બેરીએસ્ટર અસદુદ્દીન ઓવૈસી ટ્રેન મારફતે આજે સાંજે સુરતમાં આવશે અને લીંબાયતમાં મદીના મસ્જિદ નજીક યોજાનાર સભામાં હાજરી આપી સભાને સંબોધિત કરશે. AIMIM દ્વારા સુરત પૂર્વ વિધાનસભામાંથી વસીમ કુરેશી અને લીંબાયતમાંથી અબ્દુલ શેખને ટિકિટ આપી પોતાના ઉમેદરવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બન્ને ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં મેહનત શરૂ કરી દીધી છે. ડોર ટૂ ડોર કેમ્પઇનિંગની સાથે સાથે લોકોને મળીને તેઓની સમસ્યાઓને જાણી રહયા છે. તેમજ તેમની સમસ્યાઓના નિકાલ માટેના આશ્વાશનો આપવામાં આવી રહયા છે. દરમિયાન સોમવારનાં રોજ સાંજે અસદુદ્દીન ઓવેસી સુરતમાં આવવાના હોય ત્યારે બંને ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓવેસી સાંજે સુરત આગમન કર્યા બાદ ઉમેદવારો તેમજ કાર્યકરો સાથે મુલાકાત ક૨શે સાથે જ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા અને ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ સાંજે લીંબાયત મદીના મસ્જિદ નજીક યોજાનાર સભાને સંબોધિત કરશે. સાથે જ ચૂંટણીનો પ્રચાર પણ કરશે. ઓવૈસીની સભાને લઈને ઉમેદવારો તથા કાર્યકરો દવારા સ્ટેજ સહિતની જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

BTP અને JDU વચ્ચે ગઠબંધન
ગુજરાતનાં રાજકારણ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) નીતીશ કુમાર(Nitish Kumar)ની પાર્ટી JDU સાથે ગઠબંધન કરવા જઈ રહી છે. આ જાહેરાત BTPનાં અધ્યક્ષ છોટુ વસાવા(Chotu Vasava)એ કરી છે. સાથે જ તેઓએ એ પણ જણાવ્યું હતું કે, નીતીશ કુમાર ચુંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ BTPએ આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.

Most Popular

To Top