Gujarat

દિપડા બાદ હવે સિંહ અમદાવાદ શહેર નજીકમાં આવી પહોંચ્યો

ગાંધીનગર: તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં સરખેજ પાસે જ દિપડાનું વાહન (Vehicle) અકસ્માતમાં (Accident) મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તે પછી ગઈકાલ રાત્રીથી ગીરમાંથી આવેલા એક સિંહનું લોકેશન (Location) અમદાવાદ સિટી નજીક જિલ્લામાં મળી આવ્યું છે. જો કે સમગ્ર સ્થિતિ પર વન વિભાગના અધિકારીની ચાંપતી નજર છે. આ સિંહના પગમાં જીપીએસ (GPS) રેડિયો કોલર છે. જેના દ્વારા સિહનું (Lion) લોકેશન મળી રહ્યું છે.
વન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં બાળિયારીના જંગલ વિસ્તારમાં સિંહનું લોકેશન મળ્યું છે. આ સંદર્ભમાં ભાવનગર વન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના વન વિભાગને લોકેશનની માહિતી આપવા ઉપરાંત એલર્ટ સંદેશો પણ આપી દેવાયો હતો. આ સિંહના પગમાં જીપીએસ રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. જેની મદદ વડે સિંહનું લાઈવ લોકેશન મળી રહ્યું છે. વન વિભાગ દ્વારા બાળિયારી જંગલ વિસ્તારની આજુબાજુમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. એટલે કે સિંહની નજીક નહીં ઉપરાંત તેને જરાં પણ નહીં છંછેડવા સૂચના અપાઈ છે. જો કે આ વિસ્તાર અમદાવાદ સિટીથી 140 કિ.મી. દૂર છે.

આ સિંહ આમ તો ભાવનગરના કાળિયાર નેશનલ પાર્કથી 5 કિ.મી. દૂર જોવા મળ્યો હતો. તે હવે તેની આજુબાજુમાં વસી ગયો હોવાનું લાગે છે. વન વિભાગના અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠા છે. જો આ સિંહ અમદાવાદ સિટીની નજીક સરકી જશે તો તેને તેના અમરેલીના મૂળ સ્થળ તરફ વાળવાનો પ્રયાસ કરાશે. આ સિંહ અમરેલીથી 100 કિ.મી. દૂર જોવા મળેલા ત્રણ સિંહ પૈકીનો એક હોવાનું મનાય છે, એટલે કે તેને તેના ગ્રુપમાં તરફ વાળીને પરત મોકલી દેવાશે.

અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો
અંક્લેશ્વર: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વનવિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવતાં દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો. દીપડાના કારણે ગ્રામજનો સીમમાં જતાં ડર અનુભવી રહ્યા હતા. આ અંગે ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતાં વન વિભાગ દ્વારા સીમમાં અલગ અલગ જગ્યાએ પાંજરાં ગોઠવ્યાં હતાં. દરમિયાન ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલો જોતાં રાહતનો શ્વાસ લીધો હતો, અને તાત્કાલિક વનવિભાગમાં જાણ કરતાં આરએફઓ ડી.એ.ડામોર સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને પાંજરે પુરાયેલા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂક્યો હતો.

Most Popular

To Top