Gujarat

પાલનપુર-અમદાવાદ હાઈ-વે વહેલી સવારે મરણ ચીસોથી ગુંજ્યો

અમદાવાદ: પાલનપુર-અમદાવાદ (Palanpur-Ahmedabad) નેશનલ હાઈવે (National Highway) પર આજ રોજ વહેલી સવારે અકસ્માતની (Accident) ઘટના બની છે. મળતી માહિતી મુજબ કાણોદર નજીક વહેલી સવારે બસ (Bus) અને ટ્રક (Truck) વચ્ચે જોરદાર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. ધટના સ્થળે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત (Death) થયાની માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાણોદર પાસે ઉભેલી ટ્રકની પાછળ બસ ઘૂસી જતા અકસ્માત આ અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરીએક વાર જોરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવેપર કાણોદર નજીક રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. રસ્તા ઉપર ઉભેલી ટ્રકની પાછળ બસ ઘૂસી ગઈ હતી. જેને લઈ હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. તેમજ પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

લગ્નનો શુભ પ્રસંગ બેન્ડના કલાકારોને અકસ્માતથી માતમમાં ફેરવાયો
ભરૂચ: લગ્ન પ્રસંગ નિમિત્તે વડોદરાથી જંબુસર તાલુકાના ભોદર ગામે બેન્ડના કલાકારો આઈસર ટેમ્પોમાં આવતા હતાં. તે સમયે જંબુસર તાલુકાના સાત ઓરડી ફાટક પાસે અચાનક ટેમ્પો ડ્રાઈવરના કંટ્રોલમાં ન રહેતા પલ્ટી ખાતા બેન્ડના ૧૩ જણાને નાની-મોટી ઈજા થઇ હતી. તેમજ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

લગ્નસરાની સીઝન હાલમાં ચાલી રહી છે. હાલમાં લગ્ન પ્રસંગે સીઝનમાં વડોદરાથી જંબુસર તાલુકાના ભોદર ગામે બેન્ડના કલાકારો ટેમ્પામાં આવતા હતા. મધરાત્રિનો સમય હોવાથી ટેમ્પા ચાલકે જંબુસર તાલુકાના સાત ઓરડી ફાટક અચાનક પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બેન્ડના ૧૩ કલાકારોને નાની-મોટી ઈજા થતાં 108 મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સાત જણાને જંબુસર રેફરલ હોસ્પિટલ તેમજ છ જણા વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ટેમ્પો પલ્ટી ખાતા ૭૨ વર્ષીય વાસુદેવરાવ શંકરરાવ વાઘમારેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જંબુસર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top