અમદાવાદમાં 21 બોમ્બ ધડાકા કરનારા હુમલાખોરોનો ઈરાદો તો ખૂબ જ ખતરનાક હતો, આરોપીની વાત સાંભળી કોર્ટમાં ઉભેલા સૌ કોઈના ટાંટિયા ધ્રુજવા લાગ્યા
અમદાવાદ: અમદાવાદ(Ahmadabad)માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે 49 આરોપીઓ સામે ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં 38 આરોપીની ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગુજરાતની શાંતિ ભંગ ડહોળવા માટે કરાયેલા આતંકી કૃત્ય મામલે મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ મેજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદનમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. વર્ષ 2012માં તત્કાલિક સીએમ અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની કાવતરું ઘડાયાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો હતો.
- ગુજરાતની શાંતિ ભંગ ડહોળવા માટે કરાયેલા આતંકી કૃત્ય મામલે મોટો ખુલાસો થયો છે.
- આરોપીઓએ મેજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદનમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાનું એલાન કરવામાં આવ્યું હતું. આ દોષિતોએ અમદાવાદના 20 સ્થળો પર 21 બોમ્બ બ્લાસ્ટ કરીને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આખા અમદાવાદને લોહી લુહાણ કરી 56 નિર્દોષોનો ભોગ લેનાર 88 કાવતરાખોરોને પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં 14 વર્ષે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો હતો. 77 આરોપીઓ પૈકી 29 આરોપીઓને પૂરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી દેવાયા હતા. જ્યારે 49 કાવતરાખોરો પૈકી 38 આરોપીની ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર સરકારને આપવા કોર્ટે આદેશ કર્યો છે. મૃતકના પરિવારને 1 લાખ વળતર આપવાનો રાજ્ય સરકારને કોર્ટે હુકમ કર્યો છે અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રુપિયા આપવા આદેશ કરાયો છે.
આ રીતે ઘડાયું હતું તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર
સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીએ મેજિસ્ટ્રેટ સામે આપેલા નિવેદને લોકોને ચોંકાવી નાખ્યા હતા. આ આરોપીઓએ ગુજરાતની શાંતિ ડોહળવાની સાથે સાથે તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની કાવતરું પણ ઘડ્યું હતું. આરોપીઓના નિવેદન અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં આરોપીઓ સામે કરવામાં આવેલા તહોમતનામામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ બાબતોનો પુરાવો એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં આ હકીકત જણાવી હતી.
ઇશરત જહાં પર લાગ્યો હતો નરેન્દ્ર મોદીની હત્યાનો આરોપ
ઇશરત જહાં અને તેના સાથી મિત્રો જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહર પર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નિંગ પાસે મુંબઈની વતની ઇશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ કરાયો હતો વડા પ્રધાનના હત્યાનો પ્રયાસ
આ અગાઉ પણ હાલના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયે તેઓની હત્યાનું કાવતરું ઘડાય ચૂક્યું છે. વર્ષ 2009માં રામોલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનના દિવસે જ મોદીની હત્યા કરવા મણિનગરના પોલીસ કોન્સ્ટેબલ વિનય યાદવના હત્યારા વિકારુદ્દીન અને અમઝદ કરવા બાઇક ઉપર હથિયારો સાથે નીકળ્યા હતા, પરંતુ મોદીની સિક્યોરિટી તેમજ પોલીસ બંદોબસ્ત જોઈને બંનેને કાવતરું પડતું મૂકી દીધું હતું. વર્ષ 2012માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ખુલાસો થયો હતો.