Gujarat

અમદાવાદના દંપતિને અમેરિકા જવાનું સપનું જોવું ભારે પડ્યું, બની આ દર્દનાક ઘટના

અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એક દંપતિએ અમેરિકામાં (America) ગેરકાયદે જવા માટે એક એજન્ટની મદદ લીધી હતી. આ એજન્ટે તેમની સાથે અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં સોદો નક્કિ કર્યો હતો. જે મુજબ તેમને પહેલા હૈદરાબાદ (Hyderabad) અને ત્યાર પછી ત્યાંથી વાયા દુબઈ, ઈરાન અને અમેરિકા મોકલવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. જો કે દંપતિને ખબર ન હતી કે અમરિકા પહોચતાં પહેલા જ તેમની સાથે એવી ઘટના ઘટશે કે જે તેમના પરિવારજનોને ચિંતામાં મુકી દેશે.

યુવકની એક વીડિયો ક્લિપ અને મેસેજ પરિવારજનોને મોકવામાં આવી છે. જેના આધારે સમગ્ર ઘટના સામે આવી છે. યુવકનું નામ પંકજ પટેલ છે. પંકજ અને તેની પત્ની અમદાવાદ નરોડાના રહેવાસી છે. પંકજ પટેલ અને તેની પત્નીનું અપહરણ થયું હોવાની પકંજ પટેલના સગા ભાઈ સંકેત પટેલે કૃષ્ણનગર પોલીસને જાણાવ્યું હતું. પકંજ પટેલના ભાઈ સંકેત પટેલનું કહેવું છે કે તેમના ભાઈ-ભાભીને એક એજન્ટે અમેરિકા જવા માટે કરોડો રૂપિયામાં સોદો નક્કિ કર્યો હતો. જે મુજબ તે પહેલા તેમને હૈદરાબાદ લઈ જશે જ્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન અને અમેરિકા લઈ જશે તેવું કહેવાયું હતું પરંતુ તેમનું અમેરિકા પહોંચતા પહેલા અપહરણ થયું છે. સંકેત પટેલનું કહેવું છે કે તેમનું અપહરણ ઈરાનમાં થયું છે.

પંકજ પટેલની પીઠ પર બ્લેડ વડે ઘા મારવામાં આવ્યા છે
સંકેત પટેલનું કહેવુું છે કે તમના ભાઈ-ભાભીનું અપહરણ કરી ભાઈ પંકજની પીઠ પર બ્લેડ વડે ઘા મારવામાં આવ્યા છે. પંકજ પટેલ પર ત્રાસ ગુજાર્યા પછી વીડિયો ક્લિપ અને મેસેજ પરિવારજનોને મોકવામાં આવી હતી. જેમાં એક વીડિયોમાં તે દંપતિ એક હોટલામાં છે અને અમેરિકા જઈ રહ્યા છે તેવું બતાવવામાં આવ્યું છે જ્યારે બીજા વીડિયોમાં પંકજ પટેલને બાથરૂમમાં સુવડાવીને પીઠમાં બ્લેડ વડે એક પછી એક ધા મારવામાં આવી રહ્યા છે. આ સાથે પંકજ પટેલ વીડિયોમાં કહી રહ્યો છે કે મને મારી નાખશે, આમને જલ્દીથી પૈસા મોકલી દો.

પૈસા નહી મોકલો તો ખુદા કસમ શરીરના અંગ કઢી વેચી દેશું : અપહરણ કરનાર
જો કે આ પછી વીડિયોમાં અપહરણ કરનાર યુવક પંકજને ચુપ રહેવાનું કહે છે અને તે પોતે બોલે છે કે જો પૈસા નહી મોકલો તો ખુદા કસમ અમે આના (એટલે પંકજના) શરીરના અંગ કઢી વેચી દેશું, આગળ પછી તમારી મરજી. જો કે આ પછી પંકજ પટેલ અને તેની પત્નીને કઈ રીતે બચાવા તે માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પંકજ પટેલના પરિવાર દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા આ માટે તાત્કાલીક કાર્યાવાહી કરવામાં આવે.

Most Popular

To Top