જોઘપુરથી અમદાવાદ સુઘી દારૂની સફરનો આવ્યો અંત, તપાસ દરમ્યાન થયો ચોંકાવનારો ખૂલાસો

અમદાવાદ: રાજસ્થાનની (Rajasthan) એસટી બસનો (ST Bus) ડ્રાઈવર (Driver) ભવરસિંઘ શેખાવત રાજસ્થાનના (Rajasthan) જોઘપુરથી અમદાવાદ (Ahmedabad) સુઘી સરકારી બસમાં પોતાની સીટની નીચે દારૂની હેરફેર કરતો ઝડપાયો હતો. મુસાફરોની સવારી સાથે દારૂના મોટાં જથ્થાની હેરફેર આ ડ્રાઈવર દ્વારા કરવામાં આવતી હતી. આ સાથે આ ઘટના અંગે પોલીસ તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના સમયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ એસટી બસની તપાસ કરી ડ્રાઈવરને મોટાં પ્રમાણમાં દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ સાથે એસટી બસના આ ડ્રાઈવરે પોતાની સીટની નીચે આ દારૂનો જથ્થો સંતાડયો હોવાની માહિતી પણ બહાર આવી છે. અલગ અલગ ભારતીય બનાવટની 52 જેટલી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પાલડી પોલીસે પોતાના કબ્જે કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ડ્રાઈવર રાજસ્થાન પરિવહન નિગમ માટે વોલ્વો બસ ચલાવતો હતો. આ ઉપરાંત તે છેલ્લા 1 મહિના દરમ્યાન ઓછામાં ઓછી 10 વાર દારૂની હેરફેર કરી ચૂકયો છે. આ સામે ડ્રાઈવરને એક દારૂના ખોખાં માટે 2000 રૂપિયાની ચૂકવણી બૂટલેગરો દ્વારા કરવામાં આવતી હતી. આ સાથે માહિતી મળી છે કે હાલ અમદાવાદમાં રહેતા પરંતુ રાજસ્થાનમાં દારૂની દુકાન ચલાવતાં કિરણ મેવાડા આ દારૂની હેરફેર કરાવતો હતો. કિરણ મેવાળા સુઘી આ વાતની જાણ પહોંચતા તે ફરાર થઈ ચૂકયો છે. જો કે તેની પોલીસ દ્વારા શોઘખોળ ચાલુ કરવામાં આવી છે.

Most Popular

To Top