National

આગરા: વિકાસ કાર્યોની બેઠક દરમિયાન DM અને BDO વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) આગ્રાના (Agra) જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી પર તેમના જ એક અધિકારી દ્વારા હુમલાનો (Attacks) મામલો સામે આવ્યો છે. આ હુમલો બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (Block Development Officer) અનિરુધ સિંહ ચૌહાણ દ્વારા મારપીટ અને અભદ્રતાના પ્રયાસ સાથે કરાયો હોવાનો આરોપ છે. દરમિયાન અનિરુદ્ધ સિંહ ચૌહાણે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે દુર્વ્યવહાર (Abuse) પણ કર્યો હોવાની માહિતી મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બેઠકમાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે જિલ્લા મેજિસ્ટ્રેટને બધાની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ કેમ્પ ઓફિસમાં આગ્રા સરકારની પ્રાથમિક યોજનાઓ અંગે બેઠક યોજી રહ્યા હતા. શુક્રવારે સવારે 10 વાગ્યે જિલ્લા મેજિસ્ટ્રેટ કેમ્પ ઓફિસમાં બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભા સિંહ પણ હાજર રહ્યા હતા.

ઉપરાંત બેઠકમાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અકોલા સુસ્મિતા યાદવ, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર એતમાદપુર અને ખંડોલી અમિત કુમાર, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર બિચપુરી નેહા સિંઘ, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર બરૌલી આહિર અનિરુદ્ધ સિંહ ચૌહાણ, આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ ઓફિસર (પંચાયત) અકોલા શૈલેન્દ્ર સિંહ સોલંકી, આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ ઓફિસર બિચપુરી બેઠકમાં (પંચાયત) ખંડોલી પંકજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગઇ કાલે જિલ્લા મેજિસ્ટ્રેટ આગ્રાએ તમામ અધિકારીઓ પાસેથી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામો વિશે માહિતી લઈ રહ્યા હતા. તેમજ કામોને સુધારવા અથવા ઝડપી બનાવવા અંગે જરૂરી સૂચનાઓ પણ આપી રહ્યા હતા. તમામ અધિકારીઓ પોતાના વિસ્તારના વિકાસ કામોની એક પછી એક માહિતી આપતા હતા. ત્યાર બાદ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધ સિંહ ચૌહાણનો નંબર આવ્યો હતો. અનિરૂદ્ધસિંહ ચૌહાણે પોતાના વિકાસ બ્લોકમાં થયેલા કામોની માહિતી આપી હતી.

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુધ સિંહ ચૌહાણને વિસ્તારમાં વિકાસ કામોની ધીમી ગતિ વિશે પૂછવામાં આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રશ્નથી બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાર બાદ અનિરુદ્ધ સિંહ ચૌહાણ ઉશ્કેરાઈ ગયો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવા લાગ્યો હતો. બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધ સિંહ ચૌહાણનું વર્તન જોઈને બેઠકમાં હાજર તમામ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સહાયક વિકાસ અધિકારી (પંચાયત) ખંડૌલીએ આ ઘટના અંગે રકાબગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. રકાબગંજ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 504, 506 અને 332 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

Most Popular

To Top