Gujarat

ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC: વિધાનસભામાં બિલ રજૂ, સમાન હક્ક પર ભાર

ગુજરાત વિધાનસભામાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું, જેના સાથે રાજ્ય આ પ્રકારનું બિલ લાવનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું છે. ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા શરૂ થઈ, અને રજૂઆત દરમિયાન સભામાં ધાર્મિક નારા પણ ગુંજ્યા હતા. આ બિલ ચાર મુખ્ય ભાગોમાં તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું કેન્દ્રબિંદુ વ્યક્તિગત કાયદાઓમાં સમાનતા લાવવાનો છે. ખાસ કરીને, વસિયત ન હોય તેવી સ્થિતિમાં સંપત્તિ વહેંચણી માટે માતા-પિતા, જીવનસાથી અને બાળકોને સમાન હક્ક આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ સમાનતા સ્થાપિત કરવો અને મહિલાઓ તથા બાળકોના અધિકારોને વધુ મજબૂત બનાવવાનો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિલ રજૂ કરતી વખતે સ્પષ્ટ કર્યું કે આ કાયદો કોઈપણ સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ ન્યાય અને સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આદિવાસી સંસ્કૃતિ સહિત તમામ પરંપરાઓનો સન્માન જળવાઈ રહેશે. આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ આ દિવસને ગુજરાતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ બિલમાં દરેક સમાજની સ્ત્રીઓને સમાન હક આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સ્ત્રીઓને પિતાની સંપતિમાંથી 100 ટકા હિસ્સો મળશે એવી પણ જોગવા બિલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ દિકરીને ફોસલાવીને કે લલચાવીને કે નામ બદલીને લગ્ન નહીં કરી શકે, તેમ જ મુસ્લિમ સમાજમાં કઝીન મેરેજની પ્રથાને પણ માન્યતા અપાઈ છે. ‘યુનિફોર્મ સિવિલ કોડ’નો અર્થ એ છે કે લગ્ન, છૂટાછેડા, વારસાગત હક અને દત્તક જેવી વ્યક્તિગત બાબતોમાં તમામ ધર્મો માટે એકસરખો કાયદો લાગુ પડે. હાલ ભારતમાં વિવિધ સમુદાયો માટે અલગ-અલગ પર્સનલ લૉ છે, જેને એકરૂપ બનાવવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ બિલ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 4 ફેબ્રુઆરી, 2025એ એક ઉચ્ચસ્તરીય સમિતિ રચાઈ હતી. સમિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યભરમાં લોકો, ધાર્મિક સંગઠનો અને કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા કરીને સૂચનો મેળવ્યા બાદ અંતિમ રિપોર્ટ તૈયાર કર્યો હતો. સરકારના મતે, આ ડ્રાફ્ટમાં મહિલાઓના અધિકારો અને સામાજિક ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું, જેના સાથે રાજ્ય આ પ્રકારનું બિલ લાવનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું છે. ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા શરૂ થઈ, અને રજૂઆત દરમિયાન સભામાં ધાર્મિક નારા પણ ગુંજ્યા હતા.

Most Popular

To Top