World

જોર્ડન બાદ હવે સીરિયામાં અમેરિકન સેના પર રોકેટ હુમલો

વોશિંગટન: સીરિયામાં (Syria) અમેરિકા (America) અને સહયોગી દળોના ઠેકાણાઓ ઉપર રોકેટથી હુમલો (Rocket Attack) કરવામાં આવ્યો હતો. સીરિયામાં આ હુમલો રવિવારે જોર્ડનમાં (Jordan) અમેરિકન સૈન્ય મથક પર ડ્રોન હુમલામાં ત્રણ સૈનિકોના (Soldiers) મોત (Death) બાદ થયો છે. આ હુમલાઓ સીરિયાના શાદાદીમાં પેટ્રોલિંગ બેઝ (Patrolling Base) પર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જોર્ડન બાદ અમેરિકા અને તેના સહયોગી દળોએ સીરિયામાં પણ હુમલો કર્યો હતો. અમેરિકી સંરક્ષણ અધિકારીનું કહેવું છે કે સીરિયામાં અમેરિકન અને સહયોગી દળો વિરુદ્ધ રોકેટ છોડવામાં આવ્યા હતા. વધુમાં સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ જોર્ડનમાં અમેરિકન એરબેઝ પર પણ હુમલો થયો હતો. જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધ્ય પૂર્વમાં ઓક્ટોબરના મધ્યથી અમેરિકા વિરોધી હુમલા વધી ગયા છે. તેનું મુખ્ય કારણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ છે. વાસ્તવમાં અમેરિકા ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે અને તેના કારણે મધ્ય પૂર્વના દેશો નારાજ છે. તેમજ વિરોધમાં અમેરિકા અને અમેરિકાના સમર્થક સંસ્થાઓ ઉપર હુમલાઓ કરી રહ્યા છે.

જોર્ડનમાં પણ હુમલો થયો હતો
અગાઉ સીરિયાની સરહદ નજીક ઉત્તરી જોર્ડનમાં હુમલો થયો હતો. વાસ્તવમાં જોર્ડનમાં લગભગ 4,000 અમેરિકન સૈનિકો તૈનાત છે. જણાવી દઇયે કે જોર્ડન ઇરાક, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન, સાઉદી અરેબિયા અને સીરિયા સાથે સરહદો વહેંચે છે. અમેરિકી સેના લાંબા સમયથી જોર્ડનનો ઉપયોગ બેઝ તરીકે કરી રહી છે. તેમજ સીરિયામાં પણ 900 અમેરિકન સૈનિકો તૈનાત છે. આ સૈનિકો કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસ સાથે મળીને સીરિયામાં સક્રિય આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટનો નાશ કરવા માટે કામ કરી રહ્યા છે.

આ સાથે ઈરાન સમર્થિત જૂથો લાંબા સમયથી ઈરાક અને સીરિયામાંથી અમેરિકી સૈનિકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ જૂથોએ આ પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇરાક અને સીરિયામાં હાજર અમેરિકી દળો નિશાના પર છે. અહીં અમેરિકન આર્મી ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો સામનો કરી રહી છે.

Most Popular

To Top