નવી દિલ્હી: ઈરાકના (Iraq) સૈન્ય મથકો ઉપર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા (Air Strikes) કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ બગદાદની (Baghdad) દક્ષિણે આવેલા બાબિલ પ્રાંતમાં મધરાત્રિએ અજાણ્યા વિમાન દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં બે ઈરાકી સૈન્ય મથકો પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલા ડ્રોન (Drone) દ્વારા કરવામાં આવ્યા હતા અને તેમાં બે ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ હુમલા ઈરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસ (PMF) દ્વારા ઉપયોગમાં લેવાતા સૈન્ય મથક પર થયા હતા. તેમજ આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો ઇરાકી અર્ધલશ્કરી દળ હશદ શાબી ફોર્સ દ્વારા બાબિલ પ્રાંતના ઉત્તર ભાગમાં કરવામાં આવ્યો હતો. હુમલામાં બે સૈન્ય સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એકે હશદ શાબી દળોના દારૂગોળાના ગોદામને નષ્ટ કર્યું હતું અને બીજાએ ટેન્કના મુખ્ય મથક પર હુમલો કર્યો હતો.
એક ખાનગી સમાચાર એજન્સીના અહેવાલમુજબ બગદાદથી લગભગ 30 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલા મદૈન વિસ્તારમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો, પરંતુ હજુ સુધી વિસ્ફોટો અંગે કોઈ નક્કર માહિતી નથી.
આરોપોને નકાર્યા
ઈરાનને શંકા છે કે આ બ્લાસ્ટ ક્યાંક ઈઝરાયેલનું કાવતરું છે. જો કે, ઇઝરાયેલ અને યુએસ અધિકારીઓએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, PMU એ ઇરાકી અર્ધલશ્કરી જૂથ છે જે મોટાભાગે શિયા ઈરાન દ્વારા સમર્થિત છે. PMU સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાયેલું છે અને ઈરાનના શિયાઓ સાથે મજબૂત સંબંધો ધરાવે છે જેઓ લાંબા સમયથી ઈરાકી રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે.
અમેરિકા અને ઈઝરાયેલ હુમલાનો ઈન્કાર કરે છે
અમેરિકા અને ઈઝરાયેલ બંનેએ ઈરાક પર હુમલાનો ઈન્કાર કર્યો છે. બંને દેશોએ કહ્યું કે આમાં તેમની કોઈ સંડોવણી નથી. આ પહેલા અમેરિકાએ ખુદ આઈન-અલ-અસદ એરપોર્ટ પર હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકા અને અન્ય દેશોના સૈન્ય દળો અહીં એરપોર્ટ ઉપર હાજર છે.
પીએમએફ સાથે ઈરાનનું જોડાણ
જણાવી દઈએ કે PMF ઈરાન સમર્થિત સંગઠન છે, જેમાં એક લાખથી વધુ સૈનીકો છે. આ સંગઠને સીરિયા પર અનેકવાર હુમલા કર્યા છે અને અમેરિકા અને ઈઝરાયલને ઘણી વખત ધમકીઓ પણ આપી છે.