ટીન એજ દીકરીને એડલ્ટ ટોય આપવાના વિવાદાસ્પદ નિવેદન મામલે હવે અભિનેત્રી ગૌતમી કપૂરે સ્પષ્ટતા કરી છે. એક પોડકાસ્ટમાં ગૌતમીએ પોતાની દીકરીને 16માં જન્મ દિવસ પર ખાસ એડલ્ટ ટોય ભેટમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યાર બાદથી તેના આ નિવેદન મામલે હોબાળો મચ્યો હતો. જોકે, હવે અભિનેત્રીએ આ મામલે ખુલાસો કર્યો છે.
હવે ગૌતમીએ આ મુદ્દે પોતાની વાત સ્પષ્ટ કરી છે. એક ઇન્ટરવ્યુમાં ગૌતમીએ જણાવ્યું કે એક પોડકાસ્ટ દરમિયાન મેં કહ્યું હતું કે હું મારી દીકરીને તેના 16માં જન્મ દિવસ પર એક એડલ્ટ ટોય આપવા માંગું છું. આ પોડકાસ્ટ ઘણા મહિના પહેલાં થયો હતો પરંતુ અત્યારે અચાનક આ વાતને લઈને મોટો વિવાદ થયો. આ નિવેદનના કારણે ઘણા માનસિક તણાવનો સામનો કરવો પડ્યો.
ગૌતમીએ વધુમાં કહ્યું “ મેં કોઈને આવું કરવાની સલાહ આપી નથી માત્ર મારી અને મારી દીકરી વચ્ચેની વાત શેર કરી હતી.”
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે હું મારા પતિ અમારા બાળકો સાથે દરેક મુદ્દે ઓપન ચર્ચા કરીએ છીએ. દરેક પરિવારની સમજ અને વિચારો અલગ હોય છે. કોઈને મારી વાત ગમે, કોઈને ન પણ ગમે. હું કોઈ પર મારી વાત લાદવા માગતી નથી.
ટ્રોલિંગ વિશે વાત કરતા ગૌતમીએ સ્વીકાર્યું કે નકારાત્મક ટિપ્પણીઓની મારા મન પર ઊંડી અસર થઈ. લોકો સોશિયલ મીડિયા પર ખૂબ અપમાનજનક વાતો લખે છે. એ બધું જોઈને હું ઘણી રાતો સુધી ઊંઘી શકી નહીં. એક મહિના જેટલો સમય હું સોશિયલ મીડિયાથી દૂર રહી.
આ મુશ્કેલ સમયમાં ગૌતમીને તેની દીકરીએ ખૂબ સપોર્ટ કર્યો. અભિનેત્રીએ કહ્યું કે મને મારી ટીનએજ દીકરીએ શાંત રહેતા શીખવ્યું. તેણે મને સમજાવ્યું કે લોકો થોડા દિવસો વાત કરશે અને પછી ભૂલી જશે. ગૌતમીના જણાવ્યા મુજબ દીકરીના આ શબ્દોએ તેને ફરી હિંમત આપી હતી.