Business

શેરબજારમાં અચાનક કડાકો: સેંસેક્સ 1400 અંક તુટ્યો, નિફ્ટી પણ ગગડ્યો

નવી દિલ્હી: શરૂઆતના ટ્રેડિંગમાં (Trading) શાનદાર ઉછાળા બાદ ભારતીય શેરબજારે (Indian stock market) અચાનક યુ-ટર્ન લીધો હતો. સવારના સેસન બાદ સેન્સેક્સ (Sensex) આજે તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઇન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ આજે સવારે નિફ્ટી (Nifty) 22,794 ના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતો, તે પણ લગભગ 1.60 ટકા અથવા 400 પોઈન્ટના ઘટાડા સાથે ગગડ્યો હતો.

શુક્રવારે બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ બેન્ક નિફ્ટી 475 પોઈન્ટથી વધુ ઘટીને 48,765ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે જ BSEના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકાનો વધારો થયો હતો. પરંતુ સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકા આવ્યો હતો.

શેરબજારમાં અચાનક પલટો કેમ આવ્યો?
શુક્રવારે ઉછાળા બાદ હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો હતો, જેના કારણે શેરબજાર ઘટાડા તરફ આગળ વધવા લાગ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને આઈટી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીજું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 964 કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે સેન્સેક્સની પણ આજે એક્સપાયરી છે.

શું છે શેરબજારના હાલ?
શુક્રવારે બપોરે NSE પરના 2,553 શેરોમાંથી 763 શેરો વધી રહ્યા હતા, જ્યારે 1,689 શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને 101 શેરો યથાવત હતા. આ સાથે જ 133 શેરો ઊંચી સપાટીએ અને 7 શેરો નીચા સ્તરે પહોંચ્યા હતા. 87 શેરોમાં અપર સર્કિટ હતું જ્યારે 37માં લોઅર સર્કિટ હતું.

આ 6 શેરોમાં મોટો ઘટાડો
શેરબજારમાં ભારે ઘટાડાને કારણે CEAT ટાયરનો સ્ટોક 4.2 ટકા, જ્યોતિ લેબ્સ 3.6 ટકા, બ્લુ સ્ટાર સ્ટોક 3 ટકા, MRF સ્ટોક 3 ટકા, ટાટા ટ્રેન્ટનો સ્ટોક 3 ટકા અને ICICI લોમ્બાર્ડ સ્ટોક 2.7 ટકા ઘટાડો થયો હતો.

આટલા કરોડ રૂપિયા આજે ડૂબ્યા
BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ રૂ. 3 લાખ કરોડના ઘટાડા સાથે રૂ. 405.83 લાખ કરોડ થયું હતું. તેનો અર્થ એ થયો કે BSE શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ. 2.67 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

Most Popular

To Top