કોરોનાકાળ (COVID PANDEMIC)માં જનજીવન જાણે ઠપ થઇ ગયું હતું, જેથી વિદ્યાર્થીના શિક્ષણ ઉપર પણ અસર (EFFECT) વર્તાઈ હતી, જો કે આ અટકેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધીરે ધીરે પાટા પર આવી રહી છે. અને ધીરે ધીરે હવે શાળાના વર્ગો (CLASS) શરૂ થઈ રહ્યા છે, મહત્વની વાત છે કે અગાઉ શરૂ થયેલ 9 થી 12ના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજર પણ જોવા મળી રહી છે. ત્યારે હવે 13 ફેબ્રુઆરીએ શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે, 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે.
હવે ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાની જાહેરાત
ત્યારે હવે ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ 6 થી 8 (6 TO 8 CLASS)ના વર્ગો શરૂ થવાની જાહેરાત કરાઈ છે. 13 ફેબ્રુઆરીએ શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે, 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. સાથે જ આ જાહેરાત વચ્ચે શાળામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. પરંતુ હજી ભય જણાતા વાલીઓ માટે તેમના વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
સ્કૂલ-કોલેજમાં વિદ્યાર્થીની હાજરી સ્વૈચ્છિક રહેશે
આ શરૂ થતા વર્ગોમાં પણ પહેલાની જેમ જ જો વિદ્યાર્થીઓને બોલાવાના થાય તો સતત ત્રણ દિવસ બોલાવવાના રહેશે. ત્યાર બાદ બાકીના દિવસોએ બાકીના બીજા વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે.કયા વિષયો માટે કે અભ્યાસક્રમ માટે આ વ્યવસ્થા ગોઠવવાની છે તે અંગે પ્રિન્સિપાલે નિર્ણય કરવાનો રહેશે. હોસ્ટલ સુવિધા આપવાની થાય તો હાલમાં એક રૂમમાં એક વિદ્યાર્થી રહી શકશે. ફેસ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. હેન્ડ વોશ અને સેનીટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. સંક્રમિત વિદ્યાર્થી કે શિક્ષકે કેમ્પસમાં ના પ્રવેશે તેની કાળજી શાળાના સત્તાવાળાઓની રહેશે. રાજય શિક્ષણ વિભાગની આ ગાઈડલાઈન સરકારી – ખાનગી યુનિ. કે સરકારી – ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે.
મહત્વની વાત છે કે હાલ શિક્ષણ વિભાગ તો શાળા સત્ર રાબેતામુજબ શરૂ કરવાના હેતુથી બનતા તમામ પ્રયત્નો હાથ ધર્યા છે, પણ મોટા ભાગના વાલીઓ હાજીઆ મહામારીના પગલે પોતાના બાળકોને શાળા કે કોલેજ મોકલવા માટે ખચકાટ અનુભવ કરી રહ્યા છે. ત્યારે હાલ તો શાળા શરૂ થવા સાથે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સંબંધી જવાબદારી પણ શિક્ષણ વિભાગના માથે જ છે.