Gujarat

ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત- TET-1 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

ગાંધીનગર, તા. 1

રાજ્યના શિક્ષણ વિભાગમાં 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી ખાસ કરીને TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો માટે મોટી રાહતરૂપ સાબિત થશે. લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ નિર્ણય ઐતિહાસિક અને સુવર્ણ તક સમાન માનવામાં આવી રહ્યો છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને પૂરવા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે આ ભરતી હાથ ધરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ પગલું માનવામાં આવી રહ્યું છે.

ભરતી પ્રક્રિયા, અરજીની તારીખો અને અન્ય વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top