નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) શેર હિડનબર્ગના રિપોર્ટના કારણે છેલ્લાં કેટલાય સમયથી તૂટી રહ્યાં હતા. જો કે અદાણી ગ્રુપમાં જયારથી અમેરિકાની બુટિક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સની ચાર કંપનીઓએ 15446 કરોડનું રોકાણ (Invest) કર્યું છે જણાવી દઈએ કે હિડન બર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપમાં આ પ્રથમ કંપની છે જેણે રોકાણ કર્યું હોય. આ રોકાણ કરવાના કારણે અદાણી ગ્રુપના શેરના અચ્છે દિન શરૂ થઈ ગયા છે. કંપનીના શેરમાં તેજી આવી ગઈ છે જેના કારણે કંપનીને લાખો કરોડોનો ફાયદો થયો છે.
હિડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેર ધારકો તેમજ માર્કેટ ખૂબ નીચુ આવી ગયું હતું. ત્યારે જાણકારી મળી આવી છે કે પાછલા ચાર સેશનમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ 10 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.73 કરોડનો વધારો નોંધવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીએ શેર 57.37 ટકા વધીને રૂ. 1,879.35 પર બંધ થયો હતો. 27 ફેબ્રુઆરીએ શેર રૂ. 1,194.20 પર હતો. તે પછી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (21.77 ટકા વધીને), અદાણી વિલ્મર (21.53 ટકા), અદાણી ગ્રીન એનર્જી (21.53 ટકા), અદાણી પાવર (21.47 ટકા) અને એનડીટીવી (21.47 ટકા) વધ્યો છે. અંબુજા સિમેન્ટ્સ, એસીસી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ પણ સમાન સમયગાળા દરમિયાન 9 ટકા અને 19 ટકા વચ્ચે વધ્યા હતા.
GQG પાર્ટનસે આ શેરોમાં કર્યું આટલું રોકાણ
GQG પાર્ટનર્સ અદાણી એન્ટરપ્રાઈઝમાં આશરે રૂ. 5,460 કરોડમાં 3.4 ટકા હિસ્સો, રૂ. 5,282 કરોડમાં અદાણી પોર્ટ્સમાં 4.1 ટકા હિસ્સો, રૂ. 1,898 કરોડમાં અદાણી ટ્રાન્સમિશનમાં 2.5 ટકા હિસ્સો અને અદાણી ગ્રીન એનર્જીમાં 3.5 ટકા હિસ્સા સાથે રૂ. 2,806 કરોડનું રોકાણ કર્યું છે.
આ સ્ટોકની કિંમત થશે બમણી!
આ વચ્ચે વેન્ચુરા સિક્યોરિટીઝના રિસર્ચ હેડ વિનીત બોલિંજકરે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝ હાલમાં વાજબી વેલ્યુએશન પર છે. વર્તમાન કારોબારના રોકડ પ્રવાહને જોતાં આ સ્ટોક રૂ.2,000 સુધી પહોંચી શકે છે. અદાણી પોર્ટ્સ ખૂબ જ ઓછી મૂલ્ય ધરાવતી કંપની છે. આગામી બે વર્ષમાં આ સ્ટોકની કિંમત બમણી થઈ શકે છે.