National

PMને લાગે છે લોકો તેમનાથી ડરે છે, પછી અદાણીનું નામ લેતાં શા માટે હાથ ધ્રૂજવા લાગ્યા? – રાહુલ ગાંધી

નવી દિલ્હી: લોકસભામા અદાણી (Adani) મામલે છેલ્લે કેટલાય સમયથી હંગામો ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ (Raul Gandhi) અદાણી અંગે કેટલીય વાત પીએમ (PM) સમક્ષ કરી હતી. રાહુલ ગાંધીના ભાષણ પછી તેઓને અસંસદીય ટિપ્પણી બદલ લોકસભા દ્વારા એક નોટિસ (Notice) પણ ફટકારવામાં આવી છે જેના ઉપર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓએ સંસદમાં કંઈ ખોટુ નથી કહ્યું, જો તમને ભરોસો ન આવતો હોય તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો. આ ઉપરાંત રાહુલે કહ્યું કે પીએમ મોદીએ એકવાર તો સચ્ચાઈનો સામનો કરવો જ પડશે. તમે ગમે તેટલુ છુપાવાની કોશિશ કરો એક દિવસ સત્ય પ્રગટ આપમેળે થઈ જશે. વધારામાં રાહુલે કહ્યું કે ભાષણ આપતા સમયે મારો ચહેરો તેમને પીએમ મોદીનો ચહેરો પણ જોવા જેવો હતો. પીએમે તેમના ભાષણમાં કેટલીય વાર પાણી પીધું હતુ આ ઉપરાંત તેઓના હાથ પણ ધ્રુજી રહ્યાં હતા. તેઓને લાગી રહ્યું છે કે તેઓ તાકતવર છે અને લોકો તેમનાથી ડરી જશે.

રાહુલે આ વાત ઉપર પણ પોતાની નારાજગી વ્યકત કરી હતી કે પીએમે મારી અટક ઉપર પણ સવાલો કર્યા હતા. પીએમે મારી બેઈજતી કરી છે. રાહુલે કહ્યું કે મેં જ્યારે મારી વાત મૂકી હતી ત્યારે તેમાં કોઈ પણ અપમાનજનક શબ્દો ન હતા. મેં શાંતિ પૂર્વક જ મારી વાત મૂકી હતી. મારો સવાલ માત્ર એ જ હતો કે અદાણી પીએમ સાથે વિદેશ પ્રવાસે જતા હતા ત્યારે તેઓને બીજા અન્ય મોટા પ્રોજેકટ મળતા હતા. અદાણીની પ્રોપર્ટીમાં જે રીતે ધરખમ વધારો થયો હતો તેને તમામ લોકો ગૂગલ કરી ચકાસી શકે છે. આ ઉપરાંત તેણે દાવો કર્યો છે કે તેના ભાષણનું એડિટિંગ કરવામાં આવ્યું છે. રાહુલે કહ્યું કે હવે એવું લાગી રહ્યું છે કે અદાણી અને અંબાણીની વાત કરવી કે તેમનું નામ લેવું પણ પીએમના અપમાન કરવા જેવું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરી હતી. તે જ સમયે, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે નિયમ 380 હેઠળ રાહુલ ગાંધીના કેટલાક અસંસદીય, અપમાનજનક આરોપોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવા જોઈએ. ત્યાર બાદ આ નોટિસ જારી કરવામાં આવી અને આ નવો વિવાદ શરૂ થયો.

Most Popular

To Top