દક્ષિણ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં પાર્કિંગના વિવાદે જીવલેણ રૂપ ધારણ કર્યું. ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની ગત રોજ ગુરુવારે રાત્રે હત્યા થઈ હતી. આ ઘટના નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં બની હતી.
માહિતી મુજબ, રાત્રે આસિફ ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરના આગળ પાડોશીએ સ્કૂટર પાર્ક કર્યું હતું. આસિફે સ્કૂટર સાઈડમાં હટાવવાની વિનંતી કરી. આ બાબતે પાડોશી સાથે થોડી બોલાચાલી થઈ હતી, જે થોડા જ સમયમાં હિંસામાં બદલાયો. આરોપીએ તીક્ષ્ણ હથિયારથી આસિફ પર વાર કર્યા. ગંભીર રીતે ઘાયલ આસિફને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતો.
ઘટનાનો CCTV ફૂટેજ સામે આવ્યો
જોકે આ, હત્યાની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે આરોપીઓ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળ્યું કે, દરમિયાન આસિફની પત્ની પણ ઝઘડો અટકાવવાનો પ્રયાસ કરતી નજરે પડે છે, જ્યારે આસપાસના લોકો પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પત્નીનો આક્ષેપ
મૃતકની પત્નીએ જણાવ્યું કે પાર્કિંગ વિવાદ નવો નથી. અગાઉ પણ આ બાબતે ઝઘડો થયો હતો. “મારા પતિએ સ્કૂટર હટાવવા કહ્યું, પરંતુ તેના બદલે પાડોશીએ દુર્વ્યવહાર શરૂ કર્યો અને તીક્ષ્ણ વસ્તુથી હુમલો કરી દીધો હતો,”
પોલીસે તપાસ શરૂ કરી: પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમને પકડવામાં આવશે. આ સનસનાટીભર્યા કિસ્સાથી વિસ્તારમાં ભય અને આક્રોશનું વાતાવરણ છે.
આ ઘટના ફરીથી દર્શાવે છે કે નાની બાબતે ઉગ્ર પ્રતિક્રિયા અને હિંસા કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે.