મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો એક વરિષ્ઠ પોલીસકર્મીનો (Police) કોલર પકડવાનો વીડિયો (Video) વાયરલ થઈ રહ્યો છે. ભોપાલ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ભોપાલમાં (Bhopal) થયેલા હોબાળામાં દિગ્વિજય સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે શાહજહાનાબાદના સહાયક પોલીસ કમિશનર (એસીપી) ઉમેશ કુમાર તિવારીને ધક્કો મારતા જોવા મળે છે. હવે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને દિગ્વિજય સિંહના કૃત્યની નિંદા કરી છે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું દિગ્વિજય સિંહના કૃત્યની નિંદા કરું છું. તેમણે કહ્યું કે અધીર રંજન સાથેના વિવાદ બાદ દિગ્વિજય પોલીસકર્મીનો કોલર પકડી રહ્યા છે. આ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જવાબ આપવો પડશે. સીએમ શિવરાજે કહ્યું કે દિગ્વિજય સિંહ ગલીના ગુંડાઓની જેમ કામ કરી રહ્યા છે. પોલીસ અધિકારીનો કોલર પકડવાની ઘટનાની હું નિંદા કરું છું. શિવરાજે કહ્યું દિગ્વિજય સિંહે તમામ મર્યાદાઓ તોડી નાંખી છે. આવા કૃત્યથી પોલીસના સન્માનને ઠેસ પહોંચ્યું છે. વઘારામાં તેઓએ જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ અંગેનો જવાબ આપવો જોઈએ. દિગ્વિજય સિંહના કોલર પકડેલા વીડિયો પર તેમણે કહ્યું કે હું આ વીડિયો જોઈને ચોંકી ગયો હતો કે એક પૂર્વ મુખ્યમંત્રી આવું કૃત્ય કરી રહ્યા છે. માત્ર હારના કારણે તેમણે ગુસ્સામાં પોલીસ અધિકારીનો કોલર પકડી લઈ શેરીના ગુંડાઓ જેવું વર્તન કર્યું છે. આવું કૃત્ય કોઈપણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને શોભતું નથી.
સીએમ શિવરાજ સિંહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનું મેદાન સરકી રહ્યું છે, તે હારથી પરેશાન થઈ રહી છે, તેથી કોંગ્રેસના નેતાઓ આ પ્રકારની ઘૃણાસ્પદ હરકતો કરી રહ્યા છે. ઉપરથી નીચે સુધી કોંગ્રેસની આ હાલત છે. તેમણે કહ્યું કે દિગ્વિજયે તમામ મર્યાદાઓ તોડી નાખી છે. આ પક્ષનું નસીબ આ હશે, તે આ સ્તરે પહોંચશે, તેને જોઈને દુઃખ થાય છે અને દયા આવે છે. શિવરાજે કહ્યું કે પોલીસ અધિકારી હોય કે કર્મચારી, તે પણ આદર અને સન્માનનિય છે. તેમણે કહ્યું, “હું સોનિયા ગાંધીને કહેવા માંગુ છું કે તમારા નેતાઓ આ શું કરી રહ્યા છે, દિગ્વિજય સિંહ પોલીસ અધિકારીનો કોલર પકડે છે, શું આ કોંગ્રેસની નીતિ છે, શું આ કોંગ્રેસને શોભે છે? સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ અંગે જવાબ આપવો જોઈએ.