National

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વે અકસ્માત: કાર હવામાં ઉછળીને બેરિકેડ પર પડી, 6નાં મોત

નવી દિલ્હી: મુંબઈથી (Mumbai) લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Road accident) થયો હતો. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે (સમૃદ્ધિ મહામાર્ગ) પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણ થઇ હતી. જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક વધી શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર રિફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી. બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે એર્ટીગા હવામાં ઉછળીને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી. જ્યારે મુસાફરો કારમાંથી બહાર રોડ પર ફંગોળાયા હતા. જ્યારે બીજી કારને પણ નુકસાન થયું હતું. તેમજ કારમાં સવાર છ લોકોના લોહીથી લથપથ મૃતદેહ હાઈવે પર પડેલા જોવા મળ્યા હતા.

અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારને બહાર કાઢવા માટે ક્રેન લગાવવામાં આવી હતી. તેમજ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તમામ ઘાયલોની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ પોલીસે મૃતકોના શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં સ્વીફ્ટ ડીઝાયર કાર MH.12.MF.1856 ડીઝલ ભરીને વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, ત્યારે નાગપુરથી મુંબઈ જઈ રહેલી Irtica કાર MH.47.BP.5478ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર કડવાંચી ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને સમૃદ્ધિ હાઈવે નીચેથી બહાર કાઢીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.

જણાવી દઈએ કે સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રમાં આંશિક રીતે કાર્યરત છ-લેન અને 701 કિલોમીટર લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.

Most Popular

To Top