Dakshin Gujarat

મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામે બે અકસ્માતોના બનાવ

અનાવલ:-મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામે બે અકસ્માતોના (Accident) બનાવ બનવા પામ્યા હતા જે બન્ને બનાવોમાં એસટી બસનો (Bus) સમાવેશ થાય છે.બનાવોમાં મુસાફરોને નાની મોટી ઇજાનો સામનો કરવો પડ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર બે અકસ્માતો થવાની ઘટના બનવા પામી હતી.જેમાં સવારના સમયે જ બારડોલી-વલસાડ બસ જીજે ૧૮ ઝેડ ૪૯૬૨ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જ્યારે આ અકસ્માતની નજીકના જ સ્થળે ખેડબ્રહ્નમાં થી વધઇ જતી એસટી બસ જીજે ૧૮ ઝેડ ૫૦૨૨ અને ટેમ્પો જીજે ૨૬ ટી ૭૩૧૨ સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

થયેલ અકસ્માતના બનાવોમાં આઠ થી નવ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા ૧૦૮ તેમજ ખાનગી વાહનો મારફતે અનાવલ રેફરલ હોસ્પિટલ (Hospital) ખાતે લાવવામાં આવ્યા હતા.એક સાથે બે અકસ્માતના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આંગલધરાની સીમ બની અકસ્માત ઝોન
મહુવા તાલુકાના અનાવલ -ભીનાર રોડ પર આંગલધરા ગામની સીમ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો છે.થોડા સમય પૂર્વે જ એક કાર ઝાડ સાથે ભટકવામાં ત્રણ યુવાનોના મોત,મોટરસાયકલના અકસ્માત માં ત્રણના મોત આવા ટૂંકાગાળામાં જ અકસ્માતોની વણઝાર સર્જાવા પામી છે ત્યારે આ રસ્તાને અકસ્માત ઝોન જાહેર કરી સુરક્ષા માટે પગલાં લેવામાં આવે તે આવશ્યકતા વર્તાય રહી છે.

Most Popular

To Top