બારડોલી : વલસાડના (Valsad) વાપી (Vapi) ખાતે નોકરી (Job) કરતા અને તાપી (Tapi) જિલ્લાનાં નિઝર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને મિત્રને બારડોલી (Vardoli) બોલાવ્યો હતો. જ્યાંથી બન્ને મિત્રો બર્થડે કેક લઈ પલ્સર મોટર સાયકલ પર સવાર થઈ વ્યારા જવા નીકળ્યા હતા. દરમિયાન માણેકપોર ગામની સીમમાં રોડની સાઈડ પર ઉભેલી ટ્રકમાં (Truck) તેઓની મોટર સાયકલ ધડાકાભેર અથડાઈ હતી. અને અકસ્માતમાં (Accident) બન્ને યુવાનોને ઇજાઓ થઇ હતી. અને સારવાર દરમિયાન તાપી જિલ્લામાં રહેતા 22 વર્ષીય યુવાનનું મોત (Death) નીપજ્યું હતું.
ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત તાપી જિલ્લાના નિઝર ખાતે ખડકલા ગામ ખાતે રહેતા 22 વર્ષીય યુવાન વિપુલ જીતેન્દ્રભાઈ પ્રધાન વાપીની કંપનીમાં નોકરી કરતા હતા. તેઓએ ગતરોજ સાયણ ખાતે રહેતા તેમના મિત્ર વિશાલ કાલુભાઈ પાડવીને જણાવ્યું હતું. કે વ્યારા ખાતે રહેતા એક મિત્રની બર્થડે છે. જેથી તું બારડોલી મોટર સાયકલ લઈને આવી જા જ્યાં બન્ને મિત્રો ભેગા થયા હતા. અને બર્થડે કેક લઈ પલ્સર મોટર સાયકલ નંબર GJ-19-BC-8514 પર સવાર થઈ વ્યારા ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન ને.હા.નં.53 પર માણેકપોર ગામની સીમમાં ગુરુકૃપા હોટલ નજીક પાર્ક કરેલી ટ્રકમાં પાછળના ભાગે ચાલક વિશાલે મોટર સાયકલ ધડાકાભેર અથડાવી હતી. જે અકસ્માતમાં બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિપુલ પ્રધાનનું મોત નીપજ્યું હતું. ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સાહિલ પ્રધાનની ફરિયાદ લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લીંગડ ગામની સીમમાં કારચાલકે અડફેેટે લેતાં સાઇકલસવારનું મોત
પલસાણા: ભાટિયા ગામે રહેતા અને એક કંપનીમાં નોકરી કરતો યુવક બે દિવસ પહેલાં કંપનીની થ્રી વ્હીલવાળી સાઇકલને લઇ કંપનીમાં જઇ રહ્યો હતો. લીંગડ ગામની સીમમાંથી પસાર થતી વખતે પાછળ પૂરઝડપે આવી રહેલી ફોર વ્હીલ ગાડીએ અડફેટે લેતાં તેમને સા૨વા૨ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું શનિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ભાટિયા ગામે રહેતા અને મૂળ એમ.પી.ના સતીષ ભગવાનદીન રજક (ઉં.વ.૨૫) ભાટિયા ગામે આવેલી હરેશ સ્ટીલ એન્ડ પાઇપ કંપનીમાં તૈયાર થતા માલને કંપનીની થ્રી વ્હીલ સાઇકલ પર લઇ જઇ ડિલિવરી કરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે બે દિવસ અગાઉ સતીશભાઇ કંપનીની થ્રી વ્હીલ સાઇકલ લઇ પલસાણા તાલુકાના લીંગડ ગામની સીમમાં તરાજ લીંગડ ખાડી આગળ પલસાણાથી સચિન જતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે અચાનક એક અજાણી કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સતીષભાઇની સાઇકલને અડફેટે લઇ ગાડીચાલક પોતાની ગાડી લઇ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારે સતીષભાઇના શરીરે ગંભીર ઇજા પહોંચતાં તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત વધુ ગંભીર થતાં વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું શનિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સતીષભાઇના ભાઇ રાજન રજકે અજાણી કારના ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.