લગ્નમાંથી પરત જતાં ત્રણ મિત્રોની બાઈકને કારે અડફેટે લેતા બેનાં મોત

માંડવી(Mandvi): માંડવી- ઝંખવાવ રોડ પર આવેલા ગામતળાવ ખુર્દ ગામની સીમમાંથી પસાર થતી હ્યુંડાય કંપનીના કાર (Car) ચાલકે બાઈક સવાર ત્રણ મિત્રોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત (Dead) થયું હતું. જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.અને ત્રીજા મિત્રને પગના ભાગે ફ્રેક્ચર થતાં સુરત (Surat) ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) સારવાર હેઠળ છે.

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના જામણીયા ગામે રહેતા દલુભાઈ વસાવાનો પુત્ર અક્ષય વસાવા અને તેનો મિત્ર આકેશ બાબુભાઈ ચૌધરી તેમજ અલ્પેશ પ્રતાપભાઈ વસાવા મિત્રો છે. ત્રણેય સ્પ્લેન્ડર ગાડી નં- GJ-16- DE- 4377 લઈને માંડવીના બેડધા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતાં હતા ત્યારે ગામતળાવ ખુર્દ ગામની સીમના પાટીયા નજીક સામેથી આવતી હ્યુડાય કંપની કાર નં-GJ- 26-A-8405ના ચાલકે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્પ્લેન્ડરને અડફેટે લેતા ત્રણેય મિત્રોને ગંભીર ઈજા થતાં અક્ષય દલુભાઈ વસાવાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે આકેશ બાબુભાઈ ચૌધરીને માથાના ભાગે ઈજા થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ અલ્કેશ પ્રતાપભાઈ વસાવાને જમણા પગે ફ્રેકચર થવાથી તેમને સુરત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અકસ્માત કરનાર હ્યુન્ડાય કંપનીના કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સોળસુંબા રોડ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં યુવાનનું મોત
ઉમરગામ : સોળસુંબા રોડ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઈજા પહોચી હતી.
ઉમરગામ તાલુકાના સોળસુંબા ફાટક બહાર સ્વપ્ન લોક માણેક સોસાયટીમાં રહેતા અમિત ધ્રુવનાથ સરકાર રવિવારે સવારના સમયે બજારમાં માછલી લેવા જવાનું કહીને ઘરેથી મોટરસાયકલ લઈને બજારમાં નીકળી પડ્યો હતો અને તેના મિત્ર પંકજ વશિષ્ઠ ગૌડ સાથે ઘરે પરત આવતા હતા. તે દરમિયાન સોળસુંબા કામરવાડ ગંગાદેવી પ્રાથમિક સ્કૂલની સામે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા આ બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ગંભીર ઇજાના કારણે અમિત ધ્રુવનાથ સરકારનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. આ બનાવ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુપ્રિયા સરકારે આપતા પોલીસે મોટરસાયકલ ચાલક પંકજ વશિષ્ઠ ગૌડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top