National

ED તરફથી સમન્સ મળ્યા બાદ મમતાના ભત્રીજાનો અમિત શાહને પડકાર – TMCને રોકી બતાવો

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Manta banerjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek benarjee)એ કોલસા દાણચોરી (Coil scam) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમન્સ મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) પર નિશાન સાધ્યું છે. 

અભિષેકે કહ્યું છે કે ત્રિપુરામાં પણ TMC ને જીત મળશે. અમિત શાહને પડકાર ફેંકતા કહ્યું કે હિંમત હોય તો ટીએમસીને રોકીને બતાવો. ઇડીએ 6 સપ્ટેમ્બરે અભિષેક બેનર્જીને તપાસમાં સામેલ થવા માટે સમન્સ પાઠવ્યા છે, જ્યારે તેની પત્ની રૂજીરાને 3 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. તપાસ એજન્સી કોલસા દાણચોરીના કેસમાં બંનેની પૂછપરછ કરશે. બે ઉપરાંત સીઆઈડીના એડીજી જ્ઞાનવંત સિંહ અને અભિષેકના વકીલ સંજય બાસુને પણ તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. તપાસ એજન્સીના સમન્સ મળ્યા બાદ એક કાર્યક્રમને સંબોધતા અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે 2021 ની ચૂંટણીમાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ કોઈ પણ ડર વગર તૃણમૂલ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. 

અમે ત્રિપુરામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને ભાજપના મૂળિયા ત્રિપુરામાં હલવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, “ભાજપ મમતા બેનર્જી સુધી પહોંચી શકશે નહીં, માત્ર વિદ્યાર્થીઓ અને યુવાનો જ તેમને રોકશે. જો કોઈ એવું વિચારે કે અમને CBI અને ED દ્વારા ડરાવવામાં આવશે, તો અમે ઘભરશું એવું નથી ઉલ્ટાનું અમારી લડાઈ માત્ર વધશે. મમતા બેનર્જીના ભત્રીજાએ વધુમાં કહ્યું કે, કોઈપણ રાજ્યમાં જ્યાં લોકશાહીની હત્યા થઈ રહી છે, TMC તે રાજ્યોમાં જઈને લોકો માટે લડશે. જો ભાજપ વિચારે છે કે અમે અટકી જઈશું, તો હું તેમને કહેવા માંગુ છું કે અમે કોઈ વાતથી ડરતા નથી. અમિત શાહને પડકારતા અભિષેક બેનર્જીએ કહ્યું કે, રાજ્ય TMC જ્યાં પણ પ્રવેશ કરશે, હું અમિત શાહને પડકારું છું કે હિંમત હોય તો અટકાવો. અમે તે રાજ્ય જીતીશું. અમે ત્રિપુરામાં વિજય નોંધાવીશું. ”  

તેમણે આગળ કહ્યું કે જે પાર્ટી બહારના લોકોને લાવ્યા અને બંગાળમાં ટીએમસી સામે પડાવ નાખ્યો, તમે તેમને યાસ અને અમ્ફાનના તોફાન દરમિયાન અથવા કોરોના મહામારી દરમિયાન શોધી શકતા નથી. જ્યાં સુધી ભાજપને આ દેશમાંથી બહાર ફેંકી દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે લડતા રહીશું. આ લડાઈ દિલ્હી જઈને બંધ થશે.

Most Popular

To Top