ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચુંટણી(Election)ને લઇ આપ(AAP) પાર્ટીએ ઉમેદવારો(Candidate)ની વધુ એક યાદી(List) જાહેર કરી છે. આ યાદીમાં 21 જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા જ આપ પાર્ટી 118 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ત્યારે હાલમાં જાહેર કરાયેલી યાદીમાં મહત્વની બેઠકની વાત કરીએ તો વિરમગામમાં હાર્દિક પટેલ સામે આપએ કુંવરજી ઠાકોરને ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ મોડી રાત્રે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.
10મી યાદીમાં આ લોકોનું નસીબ ચમક્યું
- વાવ – ડો. ભીમ પટેલ
- ઠક્કરબાપાનગર – સંજય મોરી
- બાપુનગર – રાજેશભાઈ દીક્ષિત
- દસ્ક્રોઈ – કિરણ પટેલ
- ધોળકા – જટુભા ગોળ
- ધ્રાંગધ્રા – વાગજીભાઈ પટેલ
- વિરમગામ – કુંવરજી ઠાકોર
- માણાવદર – કરશનબાપુ ભદ્રકા
- ધારી – કાંતિભાઈ સતાસિયા
- સાવરકુંડલા – ભરત નાકરાણી
- મહુવા અમરેલી – અશોક જોલિયા
- તળાજા – લાલુબેન નરશીભાઈ ચૌહાણ
- ગઢડા – રમેશ પરમાર
- ખંભાત – ભરતસિંહ ચાવડા
- સોજીત્રા – મનુભાઈ ઠાકોર
- લીમખેડા – નરેશ પૂનાભાઈ બારિયા
- પાદરા – જયદીપસિંહ ચૌહાણ
- વાગરા – જયરાજસિંહ
- અંકલેશ્વર – અકુંર પટેલ
- માંગરોળ બારડોલી – સ્નેહલ વસાવા
- સુરત પશ્ચિમ – મોક્ષેશ સંઘવી
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચુંટણીનાં એલાન થયા પહેલાથી જ આપ પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરુ કરી દીધું હતું. બે દિવસ પહેલાં 10 ઉમેદવારનાં નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 21 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આપ પાર્ટી અત્યાર સુધીમાં 139 ઉમેદવારો જાહેર કરી ચુકી છે.
ગતરોજ સી.એમ પદનાં ઉમેદવારની જાહેરાત
ગત રોજ આપ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેઓની આ જાહેરાતથી પાટીદારો નારાજ થયા છે. કારણ કે આપ પાર્ટી પાટીદારોનાં જ ખભા પકડીને ઉભી થઇ છે. આપ પાર્ટીને ઊભી કરવામાં મોટો ફાળો ગોપાલ ઈટાલિયાનો હતો એવામાં મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત થઇ અને પ્રદેશ પ્રમુખ ઈટાલીયાને સરવેના નામે બાજુ પર મુકી દેવામાં આવતાં હવે આપ પાર્ટીમાં આંતરિક ડખા શરૂ થાય તો નવાઈ નહીં. ઈશુદાન ગઢવીની પસંદગીને પગલે પાટીદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઈશુદાન ગઢવીની પસંદગી આપને ભારે પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.