ભારતમાં ડિજિટલ જગતમાં હવે એક નવો વિવાદ શરૂ થયો છે. કેન્દ્ર સરકાર અને મોટા ટેક કંપનીઓ વચ્ચે UIDAIનો પ્રસ્તાવ ચર્ચાનો વિષય બની ગયો છે. સરકાર દરેક સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી ઇન્સ્ટોલ કરવાની વિનંતી કરી રહી છે. તેમનો કહેવું છે કે આ પગલું લોકો માટે બેંકિંગ, ટેલિકોમ અને એરપોર્ટ પર ઓળખ ચકાસણી સરળ બનાવશે. એટલે લોકો માટે અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પણ ગતિ મળશે. આ વિચાર ટેક કંપનીઓને ગમ્યો નથી. એપલ, સેમસંગ અને ગુગલએ કહ્યું કે પહેલા થી ઇન્સ્ટોલ કરેલી સરકારી એપ યુઝર્સની ગોપનીયતા અને ડેટા સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. કંપનીઓના દ્રષ્ટિકોણથી, આ “ડિજિટલ સ્વતંત્રતા” પર હુમલો છે.
UIDAI માટે ખાસ મોડેલ બનાવવાથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પણ અસર પડી શકે છે. આ પહેલા પણ સરકાર દ્વારા કેટલીક એપ્સને ફરજિયાત બનાવવાનો પ્રયાસ થયો હતો, ત્યારે પણ ટેક કંપનીઓએ વપરાશકર્તા પર નિયંત્રણ ગુમાવવાની ચિંતા વ્યક્ત કરી હતી. આ વખતે સરકારે આને વિનંતી તરીકે રજૂ કર્યું છે, પણ રાજકારણમાં દરેક વિનંતી પાછળ છુપાયેલા અર્થને ગંભીરતાથી જોવામાં આવે છે. ખરેખર, આ વિવાદ માત્ર ટેક્નોલોજીનો નથી. સુવિધા અને ગોપનીયતા, સત્તા અને નાગરિક અધિકારો વચ્ચે સંતુલન અહીં મહત્વપૂર્ણ છે. સરકાર આ પગલાને ડિજિટલ ક્રાંતિ માટે જરૂરી માને છે, જ્યારે કંપનીઓ તેને યુઝર્સની સ્વતંત્રતાને જોખમમાં મૂકી શકે તેવી ક્રિયા તરીકે જો રહી છે. હવે બધાની નજર છે કે સરકાર અને ટેક કંપનીઓ આ મુદ્દે સમાધાન કાઢી શકશે કે નહીં. આ લડાઈ ફક્ત એક એપ માટે નથી, પણ ભારતના ડિજિટલ ભવિષ્ય અને નાગરિક અધિકારો માટેની લડાઈ છે.