Gujarat

સોમનાથ સ્વાભિમાન પર્વ પછીની પ્રથમ મહાશિવરાત્રિએ ભક્તિ-સેવાનો અનોખો સુમેળ , ભંડારા માટે ₹1.08 કરોડનો ચેક અર્પણ

ગાંધીનગર,તા.16
સોમનાથ ધામ ખાતે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન સમા ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ પછીની પ્રથમ મહાશિવરાત્રિએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો. દેશભરમાંથી ઉમટી આવેલા લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યાપક વ્યવસ્થાથી “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”નો સંકલ્પ સાકાર બન્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીના અધ્યક્ષપણામાં કાર્યરત સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં દેશના ખૂણે-ખૂણેથી ભક્તો પહોંચ્યા હતા. વિશેષ ટ્રેન અને બસોની સુવિધા સાથે યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી મંદિર સુધી પહોંચાડવાની તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉદારતાપૂર્વક કરવામાં આવી હતી.1951માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણ પછી ભક્તોને ભોજન પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા એક પડકારરૂપ હતી. આ વર્ષે મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા, સ્વાભિમાન પર્વે ભક્તસેવાનું વિશાળ આયોજન કરીને તે પડકારને અવસરમાં ફેરવ્યો. દિવસ-રાત ચાલેલા ભંડારામાં હજારો સેવાભાવી કાર્યકરો જોડાયા અને લાખો યાત્રિકોને પ્રસાદરૂપે ભોજન પૂરું પાડવામાં આવ્યું.

મહાશિવરાત્રિના પાવન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટે ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાના રાશન ખર્ચ પેટે ₹1.08 કરોડનો ચેક અર્પણ કર્યો. ટ્રસ્ટી જે઼.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર દ્વ્રારા આ ચેક જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top