ઘણા પ્રમોટર્સ કમર્ચારીઓનાં વર્તન અને વ્યવહારમાં બદલાવ લાવવાની જરૂરિયાત અનુભવે છે. તેઓ માને છે કે કમર્ચારીઓનાં વાણી, વર્તન અને વ્યવહારમાં જો બદલાવ લાવવો હોય તો કર્મચારીઓને ટ્રેનિંગની જરૂર છે પરંતુ સામાન્ય રીતે સંસ્થાઓમાં મહદંશે, ટ્રેનિંગ પ્રોગ્રામ્સને એક ‘કૅલેન્ડર ફિલિંગ એક્ટિવિટી’ તરીકે ગણાતા હોય છે અથવા તો કંપનીઓ એવી અપેક્ષા રાખે છે કે એક – બે ટ્રેનિંગ પ્રોગ્રામ કરીને તેમને કર્મચારીઓમાં યોગ્ય ચેન્જ જોવા મળી જશે પરંતુ એવું થતું નથી. કોઈ પણ કંપનીમાં રેગ્યુલર ટ્રેનિંગ કરવાથી ચોક્કસ અને દેખીતો બદલાવ લાવી શકાય છે પરંતુ તેના માટે મેનેજમેન્ટ અને HR ડિપાર્ટમેન્ટની તૈયારી હોવી જોઈએ.
જયારે કમર્ચારીઓના ટ્રેનિંગ પ્રોગ્રામની વાત આવે ત્યારે ગુજરાતમાં અંકિત જોશીપુરાનું નામ મોખરે છે . અંકિત જોશીપુરા પોતે એક બાહોશ ટ્રેનર છે અને 25 વર્ષથી પણ વધારેનો કોર્પોરેટ અનુભવ ધરાવે છે અને છેલ્લાં 12 વર્ષથી સમગ્ર ભારતમાં કોર્પોરેટસ, એમ એન સીઝ અને ઇન્સ્ટીટયુશન્સમાં દરેક લેવલના કર્મચારીઓને તાલીમ આપે છે. તેઓ મેટામોરફોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન સંસ્થાના ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેક્ટર છે. તેઓ સર્ટિફાઈડ કોચ, મેન્ટોર અને ટ્રેનર છે.
અંકિતભાઈ અત્યાર સુધી 2,00,000 થી વધારે વિદ્યાર્થીઓ અને 7,00,000 થી વધારે કર્મચારીઓને તાલીમ આપી ચૂક્યા છે. તેઓએ લગભગ 40થી વધારે ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ સંસ્થાઓ સાથે મેન્ટરીંગ અને બિઝનેસ કન્સલટનસીનું કામ પણ કરેલું છે અને તેમને માતબર ગ્રોથ અપાવ્યો છે.
તેમની સંસ્થા મેટામોરફોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશનનું નામ એક દિવસમાં 7000થી વધુ સેલ્સ કર્મચારીઓને ટ્રેનિંગ આપવા માટે ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ’ માં પણ સામેલ થયેલું છે.
અંકિતભાઈના શબ્દોમાં કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામ કરતા પહેલાં તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. જે ટ્રેનિંગ પ્રોગ્રામથી કંપનીની પ્રોફિટેબીલીટી પર સીધી અસર થાય તે જ ટ્રેનિંગ પ્રોગ્રામને એક સાચો બદલાવ કહી શકાય.
જે ટ્રેનિંગ પ્રોગ્રામથી ખાલી ફીલ ગુડ ફેક્ટર ઊભું થતું હોય તે ટ્રેનિંગ પ્રોગ્રામનો ખાસ કઈ મતલબ નથી હોતો. અંકિતભાઈના કહેવા પ્રમાણે ટ્રેનિંગ પ્રોગ્રામ સતત, લાંબાગાળાના, દરેક કર્મચારીઓને આવરી લેતા અને બદલાવ લાવનારા હોવા જોઈએ. જે ટ્રેનિંગ એક કે બે દિવસ માટે રાખવામાં આવે તેનાથી કંપનીને ખાસ કંઈ ફાયદો થતો નથી.
ubhavesh@hotmail.com
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
By
Posted on