દુબઈમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના નામે 56 માળનો વિશાળ કોમર્શિયલ ટાવર બનવા જઈ રહ્યો છે. જેની કિંમત લગભગ રૂ. 4,000 કરોડ છે. જોકે શાહરૂખ ખાને આ પ્રોજેક્ટને પોતાને મળેલ મોટું સન્માન ગણાવ્યું છે.
બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. દુબઈમાં તેમના નામે 56 માળનો કોમર્શિયલ ટાવર બનાવવામાં આવી રહ્યો છે. જેની કિંમત અંદાજે 4000 કરોડ રૂપિયા છે. આ વાત પરથી સાબિત થતું જણાય છે કે વિશ્વમાં ભારતીય સુપરસ્ટારોનુ માન વધતું જાય છે અને શાહરૂખ ખાન તેના સૌથી મોટા ઉદાહરણ છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે.
શાહરૂખ ખાનના નામે બની રહેલી આ ઇમારત “શાહરૂખનું ડેન્યુબ” તરીકે ઓળખાશે. ગત રોજ શુક્રવારે મુંબઈમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. શાહરૂખ ખુદ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ટાવર ડેન્યુબ પ્રોપર્ટીઝનું પ્રોજેક્ટ છે. જે કંપનીના સ્થાપક અને ચેરમેન રિઝવાન સાજન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન શાહરૂખ ખાને ભાવનાત્મક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું “જો મારી માતા જીવતી હોત, તો આજે મોટી ખુશી અનુભવ તે. આ ટાવર માત્ર મારું નામ નથી પરંતુ તે મારી માટે મળેલ એક વિશાળ સન્માન છે. જ્યારે મારા બાળકો અહીં આવશે ત્યારે હું તેમને ગર્વથી કહીશ કે આની પર તમારા પપ્પાનું નામ લખેલું છે.’” શાહરૂખના આ શબ્દોથી પ્રસંગમાં હાજર અનેક લોકો પ્રભાવિત થયા હતા.
ક્યારે તૈયાર થશે: “શાહરૂખનું ડેન્યુબ”
શાહરૂખનું ડેન્યુબ ટાવર 2029 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ 56 માળની ઇમારતમાં હેલિપેડ, સ્વિમિંગ પૂલ સહિત અનેક આધુનિક સુવિધાઓ પણ હશે. મધ્યપૂર્વમાં કોઈ સુપરસ્ટારના નામે બનેલી આટલી ભવ્ય ઇમારત પહેલવાર બની રહી છે.
ડેન્યુબ પ્રોપર્ટીઝ દુબઈની જાણીતી રિયલ એસ્ટેટ કંપની છે. જેની સ્થાપના ભારતીય મૂળના રિઝવાન સાજને કરી હતી. તેઓ તાજેતરમાં “બિગ બોસ 19″માં પણ જોવા મળ્યા હતા.