અમેરિકામાં બરફનું તોફાન: રમકડાંની જેમ એક પછી એક 60 વાહનો ટકરાયા

યુએસએ: અમેરિકા(united stats of america)ના પેંસિલવેનિયા(Pennsylvania)માં આવેલા બરફ(ice)ના તોફાન(Storm)ના કારણે ભયાનક અકસ્માત(accident) સર્જાયો હતો. પેંસિલવેનિયાના શુલકિલ કાઉન્ટીમાં હાઈવે પર બરફના તોફાનના કારણે એક પછી એક 60 વાહનો(vehicle) અથડાઈ ગયા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. અમેરિકી મીડિયા અનુસાર, આ અકસ્માત સોમવારે પેન્સિલવેનિયાના શ્યુલકિલ કાઉન્ટીમાં હાઈવે પર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં લગભગ 40 થી 60 વાહનો અથડાયા હતા.

  • શુલકિલ કાઉન્ટીમાં બરફનાં તોફાનના પગલે હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો
  • હિમવર્ષાનાં કારણે એક પછી એક 60 વાહનો અથડાયા, 5 લોકો મોતને ભેટ્યા
  • 24 લોકો ઘાયલ થયા, ઘણી ગાડીઓમાં અકસ્માતનાં પગલે આગ લાગી

અધિકારીઓએ જણાવ્યું હતું કે શુલકિલ કાઉન્ટીમાં આ પ્રકારની આ બીજી મોટી ઘટના છે. ઘટનાના વીડિયોમાં અનેક ટ્રક અને કાર બરફમાં લપસીને એકબીજા સાથે અથડાતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતને કારણે 5 વાહનોમાં આગ લાગી હતી. તમામ ઘાયલોને નજીકની 4 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત સવારે 10.30 વાગ્યે થયો હતો. આ પછી આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બરફના તોફાનના પગલે વિઝિબિલિટી ખુબ ઓછી હતી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અકસ્માતના વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે હિમવર્ષાને કારણે હાઈવે પરની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી જેના કારણે વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ બરફથી જામી ગયા છે અને તેના કારણે ડ્રાઈવર તેમનું નિયંત્રણ ગુમાવી રહ્યા છે. ગાડીઓ અથડાયા પછી લોકો કારમાંથી બહાર નીકળતા પણ વીડિયોમાં દેખાય છે.

ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ
પોલીસના જણાવ્યા પ્રમાણે 50થી 60 વાહનો એકબીજાને અથડાયા હતા અને તેમાં કારની સાથે સાથે ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલી પણ સામેલ હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોમાં બેઠેલા મુસાફરો અને ચાલકો પોતાના વાહનો છોડીને ભાગી જતા જોવા મળ્યા હતા. સ્થાનિક પોલિસના જણાવ્યા પ્રમાણે વાતાવરણ ખરાબ હોવાથી આ સમયે અહીં ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે આટલી મોટી દુર્ઘટના બની છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top