સુરત: કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ(Kyrgyzstan World Strength Lifting Championships )માં સુરત(Surat)નાં દિવ્યાંગ મોરે(Divyang More)એ ભારત(India)નું ગૌરવ વધાર્યું છે. ચેમ્પિયનશિપમાં દિવ્યાંગે દેશને ગોલ્ડ મેડલ અપાવી એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ચેમ્પિયનશીપમાં 15 દેશના 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દિવ્યાંગે મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68 kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો(Win) છે. દિવ્યાંગ મોરેએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે સાથે વર્ષ 2011 થી અકબંધ એવા વર્લ્ડ રેકોર્ડને તોડીને 547.5 કિલોનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
15 દેશના ખેલાડીઓને હરાવ્યા
કિર્ગીસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, ઉજેબેકીસ્તાન, સિરીયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, કિગ્રીસ્તા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા 15 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના દિવ્યાંગ મોરેએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.દિવ્યાંગ મોરે એ 547.5kg વજનો રેકોર્ડ સાથે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં 480kg ટોટલ હાઇએસ્ટ વજન વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના નામે ન્યૂ 547.5kg વજનો રેકોર્ડ કરી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
2011માં ગોલ તોડવા લક્ષ્ય બનાવ્યું
દિવ્યાંગ મોરેએ જણાવ્યું હતું કે, તેઓ એક જીમ ટ્રેનર છે. તેઓ વર્ષ 2008થી કામ કરી રહ્યા છે, જિલ્લાથી લઈને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં તેઓ ભાગ લેતા હતા. આ દરમિયાન તેઓએ વર્ષ 2011માં ગોલ બનાવ્યો હતો કે, વર્લ્ડ રેકોર્ડ તોડીશ અને તેના માટે હું ત્યારથી મહેનત કરતો હતો. એક વર્ષથી આ રેકોર્ડ તોડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી હતી. દિવ્યાંગએ જણાવ્યું હતું કે, હું આ સ્પર્ધા માટે ખૂબ આખરી મહેનત કરતો હતો. પરિવારનો પણ પૂરતો સપોર્ટ હતો. મારી પત્ની મમ્મી ભાઈ સહિતના લોકો મને ખૂબ સપોર્ટ કરતાં જેના કારણે આ સફળતા મળી છે.
કિર્ગિસ્તાનમાં ડાયટ ફોલો નહોતું થતું
દિવ્યાંગ એ જણાવ્યું હતું કે, કીર્ઘીસ્તાનમાં મને વેજીટેરિયન હોવાના કારણે ફૂડ મળવામાં મુશ્કેલી થતી હતી. હું ત્યાં મારું ડાયટ પ્રોપર રીતે ફોલો કરી શકતો નહોતો હું મારા ડાયટમાં પનીર ટહુ બ્રાઉન રાઈસ વગેરે ખાતો હોઉં છું. આ મને ત્યાં મળવામાં મુશ્કેલી થતી સાથે જ પાણીની પણ મને મુશ્કેલી થઈ હતી.