ગાંધીનગર: ગુજરાતના કચ્છના સરહદી દરિયાકાંઠાએથી ભારતીય કોસ્ટ ગાર્ડએ નવ પાકિસ્તાની નાગરિકો સાથે એક પાક. બોટ જપ્ત કરી આ નાગરિકોની સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય જળ સીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એક શંકાસ્પદ પાકિસ્તાનની બોટ જણાય આવી હતી. આ બોટને કોસ્ટગાર્ડની ટીમ આંતરીને તપાસ કરતા તેમાં નવ પાકિસ્તાની નાગરિકો હતા. આ તમામ પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી બોટ જપ્ત કરી, કોસ્ટ ગાર્ડની ટીમએ સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ પાકિસ્તાની નાગરિકો માછીમાર હોવાનું બહાર આવ્યું છે, પરંતુ કયા ઈરાદે તેઓ ભારતીય જળ સીમા તરફ ઘૂસ્યા અને ભારતીય જળસીમામાં આવી પહોંચ્યા તેમનો કોઈ નાપાક ઇરાદો હતો કે કેમ ? તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.