ન્યુયોર્ક: અમેરિકામાં ‘તમારા પતિને કેમ મારવો'( How to Murder Your Husband)પુસ્તક લખનારે જ પોતાના પતિ(Husband)ની હત્યા(Murder) કરી દીધી હોવાનો ચોકાવનારી કિસ્સો સામે આવ્યો છે. આ લેખિકાનું નામ નેન્સી છે. તેને 2007માં How to Murder Your Husband એટલે કે તમારા પતિનું મર્ડર કંઈ રીતે કરવું તેના પર એક પુસ્તક લખ્યું હતું અને હવે તે જ પતિની હત્યા કરવાના આરોપમાં દોષિત જાહેર થઇ છે. નેન્સી પર સેકન્ડ ડિગ્રીના મર્ડરના આરોપ મુકવામાં આવ્યો હતો. તેનું ઉપર આરોપ છે કે તેને તેણે પોતાના 63 વર્ષના પતિની ગોળી મારી હત્યા કરી દીધી છે. જો કે આ બાબતમાં પોલીસે તપાસ કરતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો.
2018માં પતિ સાથે ઝઘડો થતા ગોળી મારી હતી
અમેરિકાના ન્યુયોર્કમાં લેખિકા નેન્સી તેના પતિ ડેનિયલ સાથે રહેતી હતી. આજથી 4 વર્ષ અગાઉ 2 જુન, 2018નાં રોજ પતિ ડેનિયલની સાથે નેન્સીનો કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ નેન્સીએ આ ઝઘડાની અદાવતમાં ડેનિયલને ગોળી મારી તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ નેન્સીએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બાબતે પોલીસે કહ્યું હતું કે, નેન્સીએ તેની નવી નોવેલ રિસર્ચ માટે એક બંદૂક ખરીદી હતી અને આ જ બંદૂકથી તેને પોતાના પતિને ગોળી મારીને હત્યા કરી નાખી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, નેન્સી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહી હતી અને આર્થિક સંકડામણને કારણે નેન્સી અને તેના પતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને ત્યારબાદ તેને કાવતરું રચીને 2 જૂન 2018ના રોજ તેના પતિ ડેનિયલની હત્યા કરી નાખી હતી.
પતિની હત્યામાં વપરાયેલી બંદુક હજુ નથી મળી
ત્યાબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો. કોર્ટમાં નેન્સીને પોતાના પતિની હત્યાના ગુનામાં દોષિત જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં ડેનિયલ બ્રોફીની હત્યા કરનારી બંદૂક પોલીસને ક્યારેય મળી નથી. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો કે ક્રેમ્પટન બ્રોફીએ ગોળીબારમાં વપરાયેલી બંદૂકના બેરલની અદલાબદલી કરી અને પછી બેરલને કાઢી નાખી. જો કે, આ બાબતે પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો હતો કે, લેખિકા નેન્સી દ્વારા 10 કરોડ રૂપિયાનો વીમો પકવવાની લાલચમાં તેને પોતાના પતિની હત્યા કરી નાખી હતી. નેન્સીએ એક નોવેલ લખી છે અને તેની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે પતિથી કેવી રીતે છુટકારો મેળવો અને અમેરિકાની મહિલાઓમાં આ પુસ્તક ઘણું બધું લોકપ્રિય છે.