Dayalpur વિસ્તારમાં ત્રણ સગીર દ્વારા ક્રૂર હરકત : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના Dayalpur વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર ₹400ના ઝઘડામાં ત્રણ જુવેનાઈલઓએ મળીને 26 વર્ષના મોહમદ કેફ નામના યુવકની નિર્દયતા થી છરી મારીને હત્યા કરી નાખી. હત્યા પછી આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર ‘રીલ’ તરીકે પોસ્ટ કર્યો, જેનાથી વિસ્તારમાં ભારે ભય અને ગુસ્સો ફેલાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક અને હુમલો કરનારા સગીરો વચ્ચે થોડા દિવસોથી રૂપિયા ને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાના દિવસે આ વિવાદ ઉગ્ર બનતાં ત્રણેય કાયદાના સંગ્રષ માં આવતા બાળકોએ મળીને યુવક પર છરી વડે હુમલો કર્યો હોવાની વાત નો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે,ગંભીર ઇજાઓને કારણે યુવકને બચાવી શકાયો નહીં અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું.
ચોંકાવનારી વાત એ છે કે હત્યા કર્યા બાદ ત્રણે સગીરો એ કોઈ પસ્તાવો બતાવ્યા વગર ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ ઘટનાએ સમાજમાં વધતી અપરાધિક માનસિકતા અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ખતરનાક દોડ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. ટેક્નિકલ સર્વેલન્સ અને વીડિયો આધારે ત્રણેય સગીરો ને પકડી લેવાયા છે. પોલીસે તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે નાની બાબતે આટલી ભયાનક ઘટના બનવી ચિંતાજનક છે. સાથે જ સોશિયલ મીડિયા પર આવા ક્રૂર વીડિયો બનાવવાની અને ફેલાવવાની માનસિકતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ઘટનાઓના વીડિયો શેર ન કરે અને કાયદા-વ્યવસ્થાને જાળવવામાં સહકાર આપે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.