Dakshin Gujarat

તાતીથૈયામાં ઘર જોવા ગયેલા સુરતના માતા-પુત્રને ડમ્પરે ઉડાવી દેતા મોત

પલસાણા : સુરત (Surat) ના ડિંડોલી (Dindoli)વિસ્તારમાં રહેતા પરિવારને તાતીથૈયા (Tatithaya) પાસે અકસ્માત (Accident) નડતા માતા (Mother) અને પુત્ર (Son) નું મોત (Death) થયું હતું જ્યારે ત્રણ વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  • તાતીથૈયામાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા સુરતના માતા-પુત્રનું મોત
  • જોળવામાં ફ્લેટ જોઈ પરત ફરી રહેલા ડિંડોલીના ભાઈ – બહેન અને ભાણેજને ડમ્ફરે અડફટે લેતા અકસ્માત સર્જાયો

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી ખાતે આંગન રેસિડેન્સીમાં રહેતા રોહિત મિશ્રાએ જોળવા ખાતે બંસીપાર્ક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. રવિવારે તે તેનો સાળો વિનય તિવારી બહેન મનિષા અને ભાણેજ વિવાનને લઇને ફ્લેટ જોવા માટે મોટરસાઇકલ નંબર જીજે 05 એસજે 8243 ઉપર જોળવા ગયા હતાં. દરમિયાન બપોરે અઢી વાગ્યાના અરસામાં તાંતીથૈયા ગામની સીમમાં બારડોલી કડોદરા રોડ પર શિવદયા વે બ્રિજની સામેની બાજુએ બારડોલી તરફથી બેફામ દોડી આવતા અજાણ્યા ડમ્પરના ચાલકે તેમની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. જેમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિનય મિશ્રા રોડની બાજુમાં ફેંકાઇ ગયો હતો. જ્યારે મોટરસાયકલ સવાર મનીષા મિશ્રા અને તેનો પુત્ર 3 વર્ષીય બાળક વિવાન રોડ પર પટકાતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંને માતા-પુત્રને મૃત ઘોષિત કરતા કડોદરા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

તાતીથૈયામાંથી ચોરી કરનાર ત્રિપુટીને પલસાણા પોલીસે ઝડપી લીધી
પલસાણા : પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી અશ્વિની ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં ૪ દીવસ અગાઉ કોઇ અજાણ્યા ઇસમોએ રાત્રિ દરમિયાન કંપનીનો બારીનો કાચ તોડી કંપનીમાં પ્રવેશ કરી એલ્યુમિનિયમની ચોરી કરી હતી. આ બંને તસ્કરો ચોરીના માલ સાથે જોળવા આવી રહ્યાં હોવાની બાતમીના આધારે પલસાણા પોલીસે વોચ ગોઠવીને વિવેક પન્નાલાલ યાદવ તેમજ દિવાકર ક્રિષ્ણા શાહુ (બંને રહે. તાતીથૈયા ગામ સોનીપાર્ક) તથા એક કિશોરને પોલીસે ઝડપી લીધા હતાં. તેમની પાસેથી પોલીસે રૂપિયા ૪૦ હજારની કિંમતની બાઇક, રૂપિયા ૫૫૦૦ ની કિંમતના બે, તથા ચોરીની એલ્યુમિનિયમની પટ્ટી મળી કુલ રૂપિયા ૭૫,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Most Popular

To Top