માંડવી: માંડવીના (Mandvi) અરેઠ ગામે (Areth Village) કપિરાજનો (Monkey) આતંક વધી રહ્યો છે. મંદિરે બેઠેલી મહિલા ઉપર કપિરાજે હુમલો (Attack) કરતાં હાથમાં કોણીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેને પ્રાથમિક સારવાર આરોગ્ય ખાતે આપી વધુ સારવાર માટે વ્યારા ખાતે લઈ જવાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી-કીમ રોડ પર આવેલા અરેઠ ગામે વલ્લભનગર સોસાયટીમાં રહેતાં બિનલ ધર્મેશભાઈ પટેલ બજાર વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિ સાથે દર્શન અર્થે ગયાં હતાં અને મંદિરે બેઠાં હતાં. ત્યારે અચાનક કપિરાજ આવીને બિનલ પટેલને જમણા હાથની કોણીના ભાગે બચકું ભરી લેતાં ગંભીર ઈજા થઈ હતી. જેમને પ્રાથમિક સારવાર અરેઠ આરોગ્ય કેન્દ્ર પર આપી વધુ સારવાર હેઠળ વ્યારા ખસેડાયાં હતાં. આ બાબતે અરેઠ ગામના સરપંચ અને તલાટીને જાણ કરતાં માંડવી વન વિભાગને પાંજરું ગોઠવવા લેખિત અરજી આપી હતી.
- બિનલ પટેલ પતિ સાથે મંદિરે દર્શનાર્થે ગઈ હતી
- ઘાયલ હાલતમાં સારવાર માટે અરેઠ બાદ વ્યારા ખસેડાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એક ઘટનામાં કપિરાજે નખ મારતાં મહિલાને ઈજા પહોંચી હતી. એ સમયે પણ ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને લેખિત અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ આ બીજી ઘટના ટૂંક સમયમાં બની છે. ખાસ વાત એ છે કે, અરેઠ ગામના લોકો અવરનવર મંદિરે બાળક સાથે આવતા હોય છે. અને અચાનક બાળક પર કપિરાજ હુમલો કરે તો જવાબદાર કોણ? એવા અનેક પ્રશ્નો ગ્રામજનોને થઈ રહ્યા છે. ત્યારે કપિરાજને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે.
ખાસ વાત એ છે કે, અરેઠ ગામના લોકો અવરનવર મંદિરે બાળક સાથે આવતા હોય છે અને અચાનક બાળક પર કપિરાજ હુમલો કરે તો જવાબદાર કોણ? એવા અનેક પ્રશ્નો ગ્રામજનોને ઉદભવી રહ્યા છે. ત્યારે કપિરાજને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે.