National

દિલ્હીને જળસંકટથી રાહત, સુપ્રીમે હિમાચલને આપ્યો આદેશ

નવી દિલ્હી: જળ સંકટથી (Water crisis) પીડાતા દિલ્હીના (Delhi) લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા. વાસ્તવમાં, ગુરુવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) દિલ્હીમાં વધી રહેલા જળ સંકટને લઈને દિલ્હી સરકાર (Delhi Govt) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને (Himachal Pradesh) દિલ્હી માટે પાણી છોડવાનો આદેશ આપ્યો હતો.

આજે ગુરુવારે જસ્ટિસ વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન હિમાચલ પ્રદેશને હરિયાણાને તાત્કાલિક અસરના કારણે દિલ્હીને 137 ક્યુસેક પાણી આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે દિલ્હી સરકારને પાણી બચાવવા માટે પગલાં લેવા પણ જણાવ્યું હતું. અગાઉ દિલ્હીની કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકાર તેમના હિસ્સાનું પાણી દિલ્હીને આપતું નથી. ત્યારે અરજીમાં માંગ કરવામાં આવી હતી કે હરિયાણા હિમાચલ પ્રદેશ દ્વારા આપવામાં આવેલ પાણી દિલ્હીને આપે.

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અપર યમુના રિવર બોર્ડના તમામ સભ્યો એ વાત પર સહમત હતા કે બંને શહેરો દિલ્હી અને હરિયાણા તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને બંનેને પાણીની જરૂર છે. 5 જૂને યોજાયેલી બેઠકમાં હિમાચલ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હિમાચલ પ્રદેશે કહ્યું હતું કે હિમાચલમાં વધારે પાણી છે. તેમજ હિમાચલ આ પાણી દિલ્હીને આપવા માંગે છે. આ કારણે કોર્ટે હિમાચલને 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે યમુના રિવર ફ્રન્ટ બોર્ડ સમગ્ર મામલે ધ્યાન રાખશે કે કેટલું પાણી આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને યમુનામાં 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો ત્યારે હથિની કુંડ બેરેજ દ્વારા દિલ્હીને વધારાનું પાણી મળશે. કોર્ટના આદેશ મુજબ, હિમાચલ આવતીકાલથી એટલે કે 7 જૂન શુક્રવારથી દિલ્હી માટે 137 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હરિયાણાએ આ કામમાં સહયોગ કરવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હીએ પાણીનો બગાડ ન કરવો જોઈએ. તેમજ તમામ પક્ષકારોએ સોમવાર 10 જૂન, 2024 સુધીમાં કેસની પ્રગતિ વિશે કોર્ટને જાણ કરવા જણાવ્યું હતું. તેમજ હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top