નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) કેન્દ્રીય સચિવાલયના (Central Secretariat) નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયમાં આગ લાગી હતી. આગ ગૃહ મંત્રાલયના (Ministry of Home Affairs) બીજા માળે મંગળવારે બપોરે ફાટી નીકળી હતી. જેની માહિતી ફાયર વિભાગે (Fire Department) શેર કરી હતી. આ આગજનિમાં કોઇ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ઘટના સ્થળે ઘણાં જરૂરી ડોક્યુમેન્ટ્સ બળી જવાની માહિતી સાંપડી છે.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માહિતી મળતાં જ 7 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા અને સવારે 9.35 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
DFSના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં બીજા માળે સવારે લગભગ 9.20 વાગ્યે આગની જાણ થઈ હતી. ત્યારબાદ ફાયર ફાઈટરોએ 9.35 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે આ આગજનીમાં ઝેરોક્ષ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. અધિકારીએ જણાવ્યા મુજબ આગના સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બિલ્ડિંગમાં હાજર ન હતા. પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા.
એસી યુનિટમાંથી શરૂ થયેલી આગ દસ્તાવેજો સુધી પહોંચી
પ્રાપ્ત અહેવાલો મુજબ અહેવાલ મુજબ, આગ એસી યુનિટમાં લાગી હતી. ત્યાર બાદ આગ સમગ્ર વિસ્તારમાં ફેલાયી હતી. તેમજ સમગ્ર મામલે ગૃહમંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં એસી, ઝેરોક્સ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોની સાથે પંખામાં પણ આગ લાગી હતી અને તેને નુકસાન થયું હતું.
જે ઓફિસમાં આ આગ લાગી તે IT વિભાગની ઓફિસ હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ પહેલા ACમાં લાગી હતી અને પછી ધીમે ધીમે આખા વિસ્તારમાં ફેલાઈ હતા.