National

આંધ્રપ્રદેશના ડાંસરે મરઘીને ગળામાં બચકુ ભરી લોહી મોઢા પર લગાવ્યું, પછી થયું આવું

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં વિશાખાપટ્ટનમ (Visakhapatnam) નજીકના અનાકપલ્લે જિલ્લામાં ડાન્સ શો (Dance show) દરમિયાન એક ડાંસરે જાણીજોઈને એક મરઘીનું માથું કાપીને મરઘીને મોતને ઘાટ ઉતારી હતી. મરઘીને મારી નાખ્યા બાદ આ ડાંસર મરઘીના લોહીને પોતાના મોઢા ઉપર લગાવ્યું હતું. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ઘરી છે.

પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા PETAએ એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પર શેર કર્યો હતો. જેમાં જોઇ શકાય છે કે ડાંસર ડાન્સ દરમિયાન એક જીવીત મરઘીને હાથમાં લે છે, ત્યાર બાદ મરઘીનું માથું પોતાના દાંત વડે છુટું પાડે છે અને મરઘીની લોહી પોતાના મોઢા ઉપર લગાવે છે. આ ક્રુર ડાંસર અહીં જ અટકતો નથી, તે આ નિર્જીવ મરઘીનું લોહી પીવે છે. તેમજ તે લોહીની ફુકમારી હવામાં કોગળો કરે છે. ત્યારે ઘટનાનો વીડિયો ત્યા ઉપસ્થિક કોઇક વ્યાક્તિએ બનાવ્યો હતો જે પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા પેટાએ શેર કરી આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અપીલ કરી હતી.

ડાન્સર અને આયોજકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી
PETA ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, એક વ્યક્તિ ડાન્સ શોમાં ચિકનનો શિરચ્છેદ કરીને નિર્દયતાથી મારી નાખે છે. PETA ઈન્ડિયાએ અનાકાપલ્લે જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે મળીને નર્તકોની ધરપકડ કરાવી હતી. તેમજ આયોજકો સામે એફઆઈઆર નોંધાવી હતી.

અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે
PETAએ નિવેદનમાં વધુમાં કહ્યું છે કે ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ આ મામલે FIR નોંધાવવામાં આવી છે. ત્યારે કાર્યક્રમમાં હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જે પેટાએ પોતાના ઇન્ટાગ્રામ હેન્ડલ ઉપર પણ શેર કર્યો હતો. તેમજ વીડિયો પહેલા એક વોર્નિંગ પોસ્ટર લગાવ્યું હતું.

માનવહકોનો દુરુપયોગ કરનારાઓનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું જોઈએ
PETA ઈન્ડિયાએ પોલીસને બીજી એક માંગ કરી હતી. જે મુજબ જે ડાંસરોએ આ કૃત્ય આચર્યું હતું તેઓનું મનોવૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવું જોઇયે. તેમજ પેટાએ પ્રાણીઓ પર દુર્વ્યવહાર કરનારાઓનું કાઉન્સિલિંગ કરાવવાની માંગ કરી હતી. કારણ કે પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર કરવો એ માનસિક અશાંતિની નિશાની છે.

Most Popular

To Top