ગાંધીનગર : કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 26- 27 પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, કર્તવ્ય ભવનમાં બનેલું આ પ્રથમ બજેટ, ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શક્તિ, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત કર્તવ્ય ભાવનાથી બનાવવામાં આવેલું બજેટ છે.
જે તેમને આર્થિક સશક્તિકરણ અને સામાજિક વિકાસની અનેક તકો પૂરી પાડશે. મને આનંદ છે કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ – 2026 દરમિયાન માનનીય પ્રધાનમંત્રીજીની સમક્ષ રજૂ કરવામાં આવેલા વિચારોને બજેટ નિર્માણમાં સામેલ કરવામાં આવ્યા. વિકસિત ભારતના મિશનને નવી ગતિ આપનારા આ ઐતિહાસિક બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોતાનું 9મું બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવું છું.