સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માનવતાને ઝંઝોડીને મૂકી દે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર ૮ વર્ષની નિર્દોષ બાળકી સાથે એક નરાધમે ખરાબ કામ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષ અને ભયનો માહોલ ઊભો કર્યો છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, બાળકી પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે આરોપી તેની પાસે આવ્યો અને તેને ફોસલાવી એકાંત જગ્યાએ લઈ ગયો. ત્યાં તેણે બાળકી અઠે ખરાબ કામ કર્યું, ઘટના બાદ બાળકી ડરી ગઈ હતી,શરૂઆતમાં કશું કહી શકી નહોતી, પરંતુ ત્યારબાદ તેની હાલત જોઈ પરિવારજનોને શંકા ગઈ. પરિવારજનો દ્વારા પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સામે આવી.
ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. આરોપીની ઓળખ થતા જ તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા અને અંતે તેને ધરપકડ કરવામાં આવી. હાલ પોલીસે આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ બનાવે ફરી એકવાર સમાજમાં બાળ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નાનાં બાળકો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું આજે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. માતા-પિતાએ બાળકો પર ખાસ નજર રાખવી અને તેમને અજાણ્યા લોકો સાથે ન જવા અંગે સમજાવવું જરૂરી બની ગયું છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આરોપીને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ સમાજને ચેતવણી આપી છે કે બાળકોની સુરક્ષા માટે સૌએ મળીને જાગૃત થવું પડશે.