SURAT

સુરતના જહાંગીરપુરામાં હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, 13 લલનાઓ સહિત 22 લોકોની ધરપકડ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલ પેવેલિયનની આડમાં ચાલતું કુટણખાનું હ્યુમન સેલે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 13 લલનાઓ, 5 ગ્રાહકો અને 4 સંચાલકો મળી કુલ 22 લોકોને પોલીસએ કસ્ટડીમાં લીધા છે. પકડાયેલી લલનાઓમાં કેટલાક સ્થાનિક સાથે થાઇ ગર્લ્સનો પણ સમાવેશ થાય છે. જે મોટી ચર્ચાનો વિષય બન્યો છે.

હ્યુમન સેલની રેડ
ગુપ્ત માહિતી મળતા જ હ્યુમન સેલની ટીમે હોટલ પેવેલિયન ખાતે રેડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે હોટલની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. અહીં લલનાઓને લાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

અગાઉ પણ ઝડપાયું હતું કુટણખાનું
જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આ જ જગ્યા પરથી અગાઉ પણ કુટણખાનું ઝડપાયું હતું. તેમ છતાં ફરીથી એ જ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. પોલીસે 4 સંચાલકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

13 લલનાઓમાં થાઇ ગર્લ્સ પણ હતી
આ વખતે પકડાયેલી 13 લલનાઓમાં વિદેશી મહિલાઓનો, ખાસ કરીને થાઇ ગર્લ્સનો સમાવેશ થતા પોલીસે મામલો વધુ ગંભીરતાથી તપાસવાનો નિર્ણય લીધો છે. આ વિદેશી મહિલાઓને કોણ અહિયાં લાવ્યું?, આ પાછળ કોઈ સ્પેશિયલ ગેંગ છે કે નહીં? . આની સંપૂર્ણ તપાસ પોલીસ કરી રહી છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ હાલમાં પકડાયેલા સંચાલકો અને ગ્રાહકોની પૂછપરછ કરી રહી છે. સુરત શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં ભરવામાં આવશે એવું પોલીસએ જણાવ્યું છે.

આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં દેહવ્યાપારના નેટવર્ક પર સવાલો ઊભા કર્યા છે

Most Popular

To Top