National

યુ.પીમાં બિહારનું 7 વર્ષનું બાળક બન્યું IPS ઓફિસર, જિપ્સીમાં બેસી કર્યું નિરીક્ષણ

બિહાર: ઉત્તર પ્રદેશ પોલીસે (Uttar Pradesh Police) સાત વર્ષના બાળકને ADG તરીકે નિયુક્ત કરીને સૌના મન જીતી લીધા છે. મામલો વારાણસી ઝોનનો (Varanasi Zone) છે. અહીં મગજના કેન્સરથી (Brain cancer) પીડિત 7 વર્ષ બાળકને એક દિવસ માટે એડીજી બનાવવામાં આવ્યો હતો. અસલમાં બાળકનું સપનું આઈપીએસ ઓફિસર બનવાનું છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ પોલીસે બાળકને એક દિવસ માટે ADG બનાવીને વખાણ કરી રહી છે.

જે બાળકને યુપી પોલીસે એક દિવસ માટે ADG બનાવ્યું હતું, તે મૂળ બિહારનું છે. આ બાળકનું નામ પ્રભાત છે. પ્રભાત અને તેનો પરિવાર સારવાર માટે ઉત્તર પ્રદેશ આવ્યા હતા અને બ્રેઈન ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ પ્રભાતની જીવીત બચવાની સંભાવના નહીંવત જણાતા તેને એક દિવસ માટે વારાણસી ઝોનનો એડીજી બનાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં પણ બાળકે જીપ્સીમાં બેસીને ઝોનનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ખાસ વાત એ છે કે આ બાળકના પિતા સબ ઈન્સ્પેક્ટર બનવા ઈચ્છે છે અને આ પોસ્ટની તૈયારી પણ કરી રહ્યા છે. ત્યારે દિકરાની આઇપીએસ બનવાની ઇચ્છા હતી, જે પુરી થતા પિતા ભાવુક થયા હતા. આ પ્રકારનો મામલો સામે આવ્યા બાદ આખા દેશમાં યુ.પી પોલીસના દયાળુ સ્વાભાવના વખાણ થઇ રહ્યા છે.

પરિવાર યોગ્ય સારવાર માટે યુપી આવ્યો હતો
બિહારના સુપૌલ જિલ્લાના પ્રભાતની તબિયત બગડતાં તેના માતા-પિતા ચિંતિત થઇ ગયા હતા. પ્રભાત કુમારના પિતા રણજિત કુમાર ખાનગી કોચિંગનો વ્યવસાય ચલાવીને તેમના પરિવારનું ભરણપોષણ કરે છે. આવી સ્થિતિમાં બાળકની તબિયત બગડતાં તેઓ ઘણી વખત ડૉક્ટર પાસે ગયા હતા, પરંતુ તેમના દિકરાને કોઈ રાહત મળી ન હતી. બાદમાં તેમને ખબર પડી કે પુત્રને બ્રેઈન કેન્સર છે. આ પછી, બાળક પ્રભાતને સારવાર માટે મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ કેન્સર વિભાગમાં નાના બાળક માટે પૂરતી સુવિધા નથી. સારી સારવારની શોધમાં તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. પરંતુ તેમના પુત્રનું ઓપરેશન અહીં થયું હતું. અહીંથી તેમને સારી સારવાર માટે યુપી મોકલવામાં આવ્યા હતા.

જીપ્સીમાં સવારી કરતી વખતે કરવામાં આવેલું નિરીક્ષણ
આ દરમિયાન એક સામાજિક સંસ્થાને ખબર પડી કે મગજના કેન્સરથી પીડિત પ્રભાતનું આઈપીએસ ઓફિસર બનવાનું સપનું છે. આ પછી એનજીઓના પ્રયાસોને કારણે પ્રભાત એક દિવસ માટે એડીજી બન્યો હતો. વારાણસી ઝોનના ADG પિયુષ મોરડિયાએ તેને પોતાની ખુરશી પર બેસાડ્યો અને તેના માતા-પિતા સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. ત્યારે પ્રભાત જીપ્સીમાં બેસીને શહેરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પણ પહોંચ્યો હતો. આ પછી પ્રભાતે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે એક દિવસ માટે ADG બન્યા બાદ તેને ACP પ્રદ્યુમન જેવો અનુભવ થયો હતો.

Most Popular

To Top