વેલ્લોર: તમિલનાડુના (Tamil Nadu) વેલ્લોરમાં (Vellore) શનિવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. ધાર્મિક પરંપરા મુજબ ઉજવાતા માયના કોલ્લાઈ (Mayana Kollai) ઉત્સવ માટે અહીં દર વર્ષે રથ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ તમિલનાડુના વેલ્લોરમાં આવો જ એક રથ બનાવવામાં આવ્યો હતો. જે 60 ફૂટની ઊંચાઇનો હતો. પરંતુ સંજોગોવસાત આ રથ ટૂટી પડ્યો હતો. જેની નીચે દબાઈ જવાથી એક યુવક ઘાયલ (Injurd) થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતકોના સન્માનમાં માયના કોલાઈ તહેવાર ઉજવવામાં આવે છે. તેમજ દર વર્ષે તમિલનાડુમાં આ તહેવારની ઉજવણી માટે રથ તૈયાર કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથ તૈયાર કરાયો હતો. તેમજ રથમાં અંગલપરમેશ્વરી અમ્માનની મૂર્તિને પલારુ નદીના કિનારે લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી. દરમિયાન આ ઘટના બની હતી.
‘રથ સંતુલન ગુમાવીને પડી ગયો’
ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ રથની નીચે દબાયેલા યુવકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ ઘટના સ્ટળે ઉપસ્થિત પોલીસકર્મચારીઓ પણ ઘટના સ્થેળે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભક્તોએ રથને ફેરવવાનો પ્રયાસ કરતા જ તેનું સંતુલન ખોરવાઈ ગયું અને રથનો ઉપરનો ભાગ પડી ગયો હતો. આ ઘટનામાં 30 વર્ષીય વિમલરાજ વેણમાણી રથની નીચે ફસાઈ ગયો હતો. તેમજ તેને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર ઘટનામાં હજી સુધી કોઇ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.
‘ઘાયલ યુવક હોસ્પિટલમાં દાખલ’
બનાવ બન્યા બાદ તરત જ નજીકમાં ઉભેલા લોકોએ અને પોલીસ કર્મચારીઓએ કોઈક રીતે વિમલરાજને બહાર કાઢ્યો હતો. તેમજ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટના રેકોર્ડ થઇ જવા પામી હતી. તેમજ હાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે કઇ રીતે રથનો ઉપરનો હિસ્સો ખુબ જ ભયાનક રીતે નીચે પડી જાય છે. તેમજ પોલીસ કર્મચારીઓ દોડીને ઘટના સ્થળે પહોંચે છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ હોસ્પિટલમાં દાખલ વિમરાજની અપડેટ પણ મેળવી રહી છે.