Gujarat

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કવિઠા ગામમાં 5 વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો

દીપડો પકડાતાં લોકોમાં રાહત

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વારંવાર દીપડો દેખતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા મુકવમાં આવેલા પાંજરા માં કવિઠા ગામે આવેલા ખારેલ ફળિયામાંથી વહેલી સવારે વધુ એક 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. સુરત જિલ્લાના ​વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ગોઠવવામાં આવેલા પાંજરામાં સતત બીજા દિવસે દીપડો ઝડપાયો છે.​નિહાલી ગામેથી એક માદા દીપડી પાંજરે પુરાઈ હતી.જયારે બીજા દિવસે ગુરુવારે નિહાલીથી માત્ર 2 કિમી દૂર આવેલા કવિઠા ગામના ખારેલ ફળિયામાંથી 5 વર્ષનો દીપડો પકડાયો છે.

​છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહેણાંક અને ખેતરાળ વિસ્તારોમાં દીપડાઓ બિન્દાસ્ત રીતે ફરી રહ્યા હતા. રાત્રિના સમયે ખેતરે જવામાં કે ઘરની બહાર નીકળવામાં પણ સ્થાનિકો ભય અનુભવી રહ્યા હતા. 24 કલાકના ટૂંકા ગાળામાં જ બે દીપડાઓ પકડાતા સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે.

​ગ્રામજનોનું કહેવું છે કે દીપડાઓના કારણે અમે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા, પરંતુ વન વિભાગની સતર્કતાને કારણે દીપડો પકડાતા હવે અમે નિરાંતનો શ્વાસ લીધો છે.​

દીપડો પાંજરે પુરાયાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હજુ પણ આ વિસ્તારમાં અન્ય દીપડા હોવાની શક્યતાને જોતા વન વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સતત બીજા દિવસે દીપડો ઝડપાયો છે.​જયારે એક દિવસ અગાઉ નિહાલી ગામેથી એક માદા દીપડી પાંજરે પુરાઈ હતી.જયારે બીજા દિવસે નિહાલીથી માત્ર 2 કિમી દૂર આવેલા કવિઠા ગામના ખારેલ ફળિયામાંથી 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે.

Most Popular

To Top