Kamvat

નવા જ બનાવેલા કડીપાણીથી હાફેશ્વર જતા રસ્તા પરના બ્રિજના સળિયા બહાર આવી ગયા

કવાંટ તાલુકાના ત્રણ રાજ્યોની સરહદ પરનું ગામ જ્યાં પૌરાણિક શિવ મંદિર આવેલુ છે. ગુજરાત સરકાર દ્વારા હાફેશ્વરની પર્યટક સ્થળ તરીકે પસંદગી કરાઇ છે. ત્યાં કડીપાણીથી હાફેશ્વર જતા ૭ કિમી રસ્તા પર નાનો પુલ હમણાં બનાવવામાં આવ્યો છે. જે પુલના સળિયા બહાર આવી ગયા છે. આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અહીં કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે.


ગુજરાત રાજ્યનું છેવાળાનું ગામ એટલે હાફેશ્વર. જે ત્રણ રાજ્યોની સરહદ પર આવેલુ છે. હાફેશ્વર ગામે આવેલુ પૌરાણિક શિવ મંદિર ગુજરાત સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે પસંદગી પામ્યું છે. જ્યાં દસ કરોડ રૂપિયા પણ વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. કડીપાણીથી હાફેશ્વર સાત કિલોમીટરનો રસ્તો જે સંપૂર્ણ જર્જરીત હાલતમાં છે. ગત વર્ષે જ હાફેશ્વર જતા ૩ નાના પુલ બનાવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ પુલ પર સળિયા પણ બહાર આવી ગયા છે.

મંદિરના મહંત તેમજ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આ પુલ પરના સળિયા જે જોખમી હાલતમાં હોય તેના યોગ્ય સમારકામ માટે રજૂઆત પણ કરવામાં આવી છે. એક વર્ષ જેટલો સમય પણ ન થયો હોવા છતાં આ પુલ પરના સળિયા બહાર આવી ગયા છે અને પુલ જાણે છૂટો પડી ગયો હોય તેવો દ્રશ્યમાન થાય છે. એક વર્ષમાં જ પુલમાંથી સળિયા બહાર આવી ગયા છે અને સિમેન્ટ પણ નીકળી જતા કાકરિયો ફરવા લાગી છે.તો શું આ પુલ વધુ સમય ટકશે તેમ લોક ચર્ચા ચાલી રહી છે.

સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરીને પ્રજાને સુવિધા મળી રહે તે માટે રસ્તા અને પુલો ફાળવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાને ભારે મુશ્કેલી પડે છે અને એક જ વર્ષમાં રસ્તાઓ ખખડધજ જ હાલત થઈ જાય છે. કવાટથી હાફેશ્વર જે નર્મદા પરિક્રમા વાસીઓ પણ જાય છે તો તેઓને આવા ખરાબ રસ્તા પર પથ્થરો ના કારણે ભારે જહમત ઉઠાવી પડે છે . હાફેશ્વર ગામ જ્યાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આમ ત્રણ રાજ્યોની પ્રજા દર્શનાર્થે આવતી હોય છે. આ પુલીયા ચોમાસામાં વરસાદના વેણમાં વારંવાર ધોવાય જોવા જતા હોય છે . આ હાલમાં જ બનેલો નાના પુલ ચોમાસા દરમિયાન પાણીના જોર સામે ટકી શકે તેમ લાગતું નથી ગુજરાત સરકાર દ્વારા હાફેશ્વરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. પરંતુ આ ગ્રાન્ટ માંથી કયા કામો થવાના છે તેની માહિતી ગામના સરપંચ કે તાલુકા સદસ્યને પણ નથી.

સરકારી બસની સુવિધા પણ ઘટાડી દેવાઈ

હાલમાં ચૈત્રી માસ ચાલુ થયો ત્યારે હાફેશ્વર ઘણા ભક્તો નર્મદા નદીમાં નાહવા અને શિવ મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે .પરંતુ સરકારી બસો જે પાંચ સમયે હાફેશ્વર જતી હતી તે માત્ર એક જ વાર હાલમાં આવે છે જેના કારણે ભક્તો ભારે તકલીફ પડી રહી છે તેમ મંદિરના મહંતે એસટી વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતા નથી .

સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કયા થવાનો છે તેની કોઈ જાણકારી નથી
હાફેશ્વર તાલુકા પંચાયત સદસ્ય -ભારેશભાઈ રાઠવાએ જણાવ્યુ હતું કે આ નાના પુલ જેના સળિયા બહાર આવી ગયા છે. જેની રજૂઆત અમે વારંવાર માર્ગ મકાન વિભાગને કરી છે. તેમ છતાં તેઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. માત્ર ઉપરથી માલ નાખીને જતા રહે છે. જેના કારણે એક જ મહિનામાં આ માલનું ધોવાણ થઈ જતા સળિયાઓ પણ બહાર આવી ગયા છે. સરકાર દ્વારા હાફેશ્વરને પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવી.છે પણ તેમાં શું કામ થવાનું છે તેની પણ કોઈ માહિતી અમને નથી.

આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ
હાફેશ્વર મંદિરના મહંત નર્મદાદાસ મહારાજે જણાવ્યું હતું કે આ નાના પુલ્યા જે દર ચોમાસામાં ધોવાણ થઈ જાય છે. જે હાલમાં જ બનાવવામાં આવ્યા છે. પરંતુ પુલ પરના સળિયા બહાર આવી ગયા છે . જેના કારણે મોટી દુર્ઘટના થાય એવું છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ હાલમાં ચૈત્રીમાં ચાલતું હોવાથી ભક્તોનો ઘસારો વધુ છે. ત્યારે સરકારી બસો પણ આવતી નથી તેની પણ અમને વારંવાર રજૂઆત કરી છે.
.

Most Popular

To Top